રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સતં પંડયાની નીતિ રીતિના કારણે સમગ્ર શહેરનો બાંધકામ ઉધોગ ઠપ્પ થઇ ગયો છે અને રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કૃત્રિમ મંદી પ્રસરી ગઇ છે તેવો બળાપો રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત વેળાએ મેનેજિંગ તંત્રી અનિલ જેઠાણી સમક્ષ ઠાલવ્યો હતો. કોર્પેારેશન તત્રં સામે કોઇ રોષ નથી, સમગ્ર મહાપાલિકા તંત્રના તમામ અધિકારીઓ અને ઇજનેરો કે પદાધિકારીઓ સામે કોઇ નારાજગી નથી પરંતુ એકમાત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર સતં પંડયા જે રીતે કામ કરી રહ્યા છે તેના કારણે ખાસ કરીને તેમની કાર્યપધ્ધતિના કારણે બિલ્ડીંગ પ્લાન પાસ થતાં નથી, પ્લાન પાસ થાય તો બીયુપી મળતા નથી. આવી સ્થિતિમાં રાજકોટમાં રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સમગ્ર સાઇકલ અટકી ગઇ છે. આ મામલે અમે ગાંધીનગર પણ રજૂઆત કરી છે તેમ ગજેરાએ ઉમેયુ હતું.
વિશેષમાં પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આજની રેલી સફળ રહી હતી અને તે રેલી યોજવાનું મુખ્ય કારણ રાય સરકાર દ્રારા જંત્રીના દરમાં સુચવાયેલો જંગી વધારો છેે. આ સાથે જ રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્રારા બિલ્ડીંગ પ્લાન પાસ અને બીયુપીની પ્રક્રિયામાં કરાતા ેઅસહ્ય વિલબં પણ વિકાસની ગતિ રૂંધાવા પાછળનું મુખ્ય પરિબળ છે. વાતચીત દરમિયાન તેમણે નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે, કોઇ પાંચ–પચ્ચીસ પ્રોજેકટ નહીં પરંતુ સમગ્ર રાજકોટ અટકી ગયું છે તેમ કહેવામાં અતિશયોકિત નથી. ટાઉન પ્લાનિંગ ઓફિસર સતં પંડયાની વિચિત્ર કાર્યપધ્ધતિના કારણે સમગ્ર રાજકોટનો વિકાસ ઠપ્પ થઇ ગયો છે.
મહાપાલિકા ઉપરાંત રૂડામાં પણ આવી જ સ્થિતિ છે. પ્લાન મંજૂર થયા પહેલા ફાયર એનઓસીની પ્રક્રિયા કરાવવામાં આવે છે તેવું તો ગુજરાતમાં કયાંય જોવા મળતું નથી, પ્લોટ વેલીડેશનની પ્રક્રિયામાં પણ અસહ્ય વિલબં થઇ રહ્યો છે. પ્લોટ વેલીડેશન ન થાય ત્યાં સુધી બિલ્ડરો પ્લાન કઇ રીતે મુકી શકે ? તાજેતરમાં મ્યુનિ. કમિશનરે કરેલા હત્પકમ અને પરિપત્રો અનુસાર ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની કામગીરી વિભાજિત કરવામાં આવી છે. જેમાં અમુક લેવલ સુધીના પ્લાન એટીપી લેવલે, અમુક સીટી ઇજનેર લેવલે અને અમુક પ્લાન ડેપ્યુટી કમિશનર લેવલે મંજૂર થતાં હોય છે. ટીપીઓની નીતિ રીતિના કારણે એટીપીથી લઇને ડીએમસી સુધીના અધિકારીઓ પણ પ્લાન મંજૂર કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે તેવી સ્થિતિ ટીપીઓ નિર્માણ કરે છે. ફલાવર બેડના મામલે પણ કેટલાય બિલ્ડીંગના કમ્પલિશન સટિર્ફિકેટ અટકાવવામાં આવ્યા છે. સામાન્ય મુદ્દાઓને લઇને ફાયર એનઓસી અટકાવવામાં આવી રહ્યા છે.
આ મામલે થોડા દિવસ પૂર્વે જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ છતાં આજ દિવસ સુધી આ મામલે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ટીપીઓને હટાવવામાં આવે તો જ હવે રાજકોટનો વિકાસ આગળ ધપશે તેમ જણાય છે અને આ મામલે બિલ્ડર્સ એસોસિએશન દ્રારા લગાતાર રજૂઆતો પણ કરવામાં આવી છે.
હવે આગામી દિવસોમાં આ મામલે શું નિર્ણય લેવાય છે તેના ઉપર સમગ્ર બિલ્ડર લોબીની મીટ મંડાયેલી છે. સરકારે યોગ્ય નિર્ણય લેવા અંગે હકારાત્મક ખાતરી આપી છે ત્યારે આવનારા સમયમાં શું થશે તે જોવાનું રહેશે.
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા સફળ રેલી બાદ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે: આજકાલના મેનેજિંગ તંત્રી અનિલ જેઠાણી સમક્ષ બાંધકામ ઉધોગની વ્યથા ઠાલવી: કોર્પેારેશન તત્રં સામે કોઇ રોષ નથી ફકત ટાઉન પ્લાનિંગ ઓફિસરના કારણે સમગ્ર શહેરના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કૃત્રિમ મંદી પ્રસરી ગયાનો બળાપો ઠાલવ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech