દારૂબંધી, ગાંધીનું ગુજરાત, ડ્રાય સ્ટેટ નામવાળા રાજયમાં દારૂની રોજિંદી ગાડીઓ અન્ય રાયોમાં આવતી રહે અને પોલીસ પકડતી પણ રહે છે. વર્ષેાથી લાખો કરોડોના દારૂના ધંધામાં પોલીસ અને ધંધાર્થીઓ વચ્ચે વર્ષેાથી લૂપાછૂપીના ચાલતા વ્યવહારમાં ચૂંટણી આવતા બુટલેગર્સ અને પોલીસ બન્નેની કામગીરીને કૃત્રિમ બ્રેક આવી છે જેને લઈને દારૂની અછત ઉભી થતાં રેગ્યુલર ૫૦૦ કે ૭૦૦માં વેચાતી બોટલોના ભાવ બે હજાર કે મનફાવે જેવી ગરજ તેવા ધંધાર્થીઓ વસૂલી રહ્યા છે. બહાનું કે સત્યતા એ બતાવે કે અત્યારે માલ જ કયા આવે છે. ચૂંટણી છે એટલે મંદી છે.
ચૂંટણીને લઈને સમગ્ર બાજી ઈલેકશન કમિશનના હાથમાં આવી જતી હોય છે, પોલીસ તંત્રથી લઈ સંલ બધા વિભાગોને પ્રથમ તો દારૂ કે આવી ગેરપ્રવૃતિઓ ડામી દેવાની કે ઈલેકશન સમયે મતદારોને રિઝવવા હતગંડા ન થાય તેની સ્પષ્ટ્ર સૂચના સંબંધિત પોલીસને આપી દેવામાં આવે છે અને પોલીસ પણ શહેરથી ગ્રામ્ય લેવલ સુધી બુટલેગર્સને પાસામાં પુરવા કે દારૂ પકડવા બાબતની કાર્યવાહી વધઇુ તેજ કરી નાખે છે.
સૌરાષ્ટ્ર્રમાં દારૂ, બિયરની છેલ્લ સપ્તાહથી વધુ (એટલા માટે કે કદાચ અગાઉ મંગાવીને સ્ટોક કરાયેલો માલ–દારૂ વેચાઈ ગયો હોય) સોર્ટેજ આવી છે તેવું પ્યાસીઓ અને બુટલેગર્સમાંથી જાણવા કે ચર્ચાઈ રહ્યું છે. આ આ બાબતે હકારાત્મક શુર પોલીસ તંત્રના જાણકારોમાંથી પણ ઉઠયો છે. કારણ કે અત્યારે પોલીસને પણ ચૂંટણીલક્ષી દારૂની કામગીરી બતાવવા બે, પાંચ, પચ્ચીસ બોટલ બાદ કરતા કોઈ મોટા કવોલેટી કેસ મળતા નથી.
દારૂની સર્જાયેલી કૃત્રિમ અછત બાબતના પડદા પાછળના કારણો એ પણ હોઈ શકે કે અત્યારે ઈલેકશનને લઈને મંજૂરી બધં થઈ ગઈ હોય. મંજૂરી ન હોવાથી બુટલેગર્સ કે સપ્લાયર લાખોનો ટ્રકમોઢે દારૂ મંગાવવાનું કે સપ્લાય કરવાનું રીસ્ક ન લે. ગુજરાતમાં ટ્રક ટ્રેન્કર કે આવા વાહનોમાં છૂપી રીતે ચોરખાનાઓ કે આવા કોઈને કોઈ કિમીયાથી આવતો લાખો રૂપિયાનો દારૂ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ કે મહારાષ્ટ્ર્ર તરફથી આવતો હોય છે.
લોકસભાની ચૂંટણી દારૂ સપ્લાય કરતા રાજયોમાં પણ હોવાથી ત્યાં પણ પોલીસ અન્ય તત્રં ચૂંટણી પચં સતર્ક હોય જ, બોર્ડરો સીલ કરાયેલી, બોર્ડરો પર તેમજ શહેર, જિલ્લઓમાં ૨૪ કલાક ચેકિંગ ટીમો રહે છે. વાહનો ચેક થતા રહેછે. અત્યારે ન તો બોર્ડર પર કે ન સ્થાનિક જે–તે વિસ્તારોમાં માજૂરી હોતી નથી, આવા કારણોસર ટ્રકમોઢે દારૂ આવતો નથી ઉતરતો નથી અને કૃત્રિમ અછત ઉભી થઈ છે. આ બધુ હજી આગામી તા.૭ના રોજ ગુજરાત સહિતના રાજયોમાં વોટિંગ પુરૂ થાય ત્યાં સુધી ચાલશે.
જાણકારોના મત મુજબ તા.૧૦થી લાઈનો ખુલે તેવી સંભાવના છે કારણ તા.૭ના ઈલેકશન પુરા થયા બાદ ઈલેકશન કમિશનર રાયોમાં ચૂંટણી કામગીરી આટોપી લે અને આચારસંહિતા હટી જતાં દારૂ અને અન્ય ધંધાને હળવાશ થઈ જશે આ બધુ જો અને તો કે ચર્ચાસ્પદ છે કારણ કે ગુજરાતમાં આમ જુવો તો ઓનપેપર દારૂબંધી કાર્યરત છે જ. જે તે સ્થાનિક પોલીસ ઉપરાંત રાયભામાં દારૂના દૈત્યને કંટ્રોલ કરવા એસએમસી પણ એકિટવ છે. એસએમસી દ્રારા એક વર્ષ દરમિયાન કરોડોનો દારૂ અને મોટા બુટલેગર્સ, સપ્લાયર્સ પણ પકડયા છે જ.
અત્યારે તો પ્યાસીઓ અથવા જેને પરવડે છે તે લોકો ૫૦૦, ૭૦૦ રેગ્યુલર (ગેરકાયદે) વેચાતી લોકલ કે આવી બ્રાન્ડની બોટલોના ૧૫૦૦થી ૨૦૦૦ ચૂકવીને પણ પ્યાસ બુજાવે છે. જેને નથી પોસાતુ તે પૈકીનાઓ ઘણાખરાએ પરાણે દારૂ છોડવા જેવુ અથવા દેશી દારૂ તરફ વળ્યા જેવું બન્યું છેનું પણ ચર્ચાઈ રહ્યું છે
અત્યારે ટ્રેન, બસ, ટ્રાન્સપોર્ટમાં છૂટક પાર્સલો લાવી, મગાવીને વેચાણ
બુટલેગર્સ દ્રારા જેને પોસાય છે તે અન્ય રાયોમાં જઈને ટ્રેન, બસ મારફતે બે–ત્રણ પાર્સલ કે બેગમાં દારૂની બોટલો લઈ આવે છે. અથવાતો ટ્રાન્સપોર્ટ મારફતે કોઈને કોઈ વસ્તુઓના બહાના હેઠળ દારૂની બે, પાંચ પેટીઓ મગાવે છે. મો માગ્યા મુજબ ઘર આંગણે ધંધાર્થીઓને મોટા બુટલેગર્સ કે સપ્લાયર્સ દ્રારા પહોંચાડાતો દારૂ–બિયરનો જથ્થો અત્યારે ચૂંટણીને લઈને નથી મોકલતો અને અછત ઉભી થઈ છે. આ તકનો છૂટક પાર્સલો લઈ આવતા મગાવતા ધંધાર્થીઓ બોટલોના ત્રણ–ચાર ગણા ભાવો લઈને છૂપો ધંધો કરતા હોવાનું જાણવા મળે છે
નાણાકીય હેરફેર અટકી એ પણ એક કારણ
દારૂનો ટ્રક કે આવુ મોટુ વાહન મગાવવામાં આવે તો ૧૦, ૨૦ લાખ કે એથી વધુની કિંમતનો જથ્થો થતો હોય છે. આવા પેમેન્ટસ પણ બુટલેગર, સપ્લાયરની વચ્ચે થતાં ટમ્સ મુજબ મહત્તમપણે આંગળિયા કે આવી રતીે ચૂકવાય છે. અથવા તો રૂબરૂમાં આપલે થતી હોય છે. આંગળિયા વ્યવહારો પણ અત્યારે ચૂંટણીના કારણે અટકેલા કે ઓછા થયા છે વાઈટનો બિઝનેશ જ થાય છે. આવી જ રીતે વાહનો પણ ચેક થતા હોવાથી અને ૫૦ હજારથી વધુની રકમ હેરફેર પર બ્રેક હોવાના કારણે પણ પ્રાઈવેટ વાહનોના પણ લાખોનું પેમેન્ટ લેતીદેતી શકય નથી આવા કારણોસર પણ દારૂની સપ્લાય, ધંધાને કૃત્રિમ મંદી, અછત આવ્યાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech