બેડીપરાના યુવાનને મરવા મજબૂર કરનાર આરોપીઓ સામે કલમ ૩૦૬નો ઉમેરો કરાશે

  • June 06, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકીવાસમાં રહેતા યુવાન પર આડા સબંધની શંકા રાખી તેને માર મારતા આ બાબતે લાગી આવતા યુવાને છ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. આ મામલે યુવાનના પિતાની ફરિયાદ પરથી જે તે સમયે પોલીસે પરિણીતાના પતિ અને તેના સંબંધી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.દરમિયાન સારવારમાં રહેલા યુવાનનું ગઇકાલે હોસ્પિટલ બીછાને મોત થયું હતું.જેના પગલે યુવાનના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકત્ર થયા હતાં.એટલું જ નહીં તેઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો તગં બની ગયો હતો.જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં.બાદમાં યોગ્ય તપાસની ખાતરી મળતા મૃતદેહ સ્વીકાર્યેા હતો.આ મામલે પોલીસે આરોપીઓ સામે યુવાનને મરવા મજબુર કર્યાની આઇપીસીની કલમ ૩૦૬ નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,બેડીપરા ફાયર બ્રિગેડ પાસે વાલ્મિકી વાસમાં રહેતા મનસુખ મોહનભાઈ ગોહેલ(ઉ.વ ૬૦) દ્રારા ગત તા. ૩૧૫ ના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વી કિશોરભાઈ વાઘેલા અને પીન્ટુ ગોરીના નામ આપ્યા હતાં.તેનો પુત્ર શૈલેષ મોહનભાઈ ગોહેલ(ઉ.વ ૪૦) પણ સફાઈકામદાર છે. શૈલેષ જે વિસ્તારમાં સફાઈ કામ કરતો હોય ત્યાં જ આરોપી વી વાઘેલા અને તેની પત્ની પણ સફાઈ કામદાર હોય બંને વચ્ચે પ્રેમ સંબધં હોવાની તેના પતિ વીને શંકા હોય આ બાબતે અગાઉ ઝઘડો કર્યેા હતો. જેથી શૈલેષ વીની પત્ની પાસે રાખડી પણ બંધાવી લીધી હતી.
તેમ છતાં સંબધં હોવાની શંકા રાખી તા. ૩૦ ગડની ગરબી ચોક પાસે વાતચીત કરવાના બહાને બોલાવી વી અને તેના બનેવી પિન્ટુ ગોરીએ મળી શૈલેષને મારમાર્યેા હતો જે બાબતનું લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
સારવાર દરમિયાન યુવાન શૈલેષ ગોહેલે દમ તોડી દીધો હતો જેની જાણ થતા ગઈકાલે હોસ્પિટલ યુવાનના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેઓએ ભારે રોષ વ્યકત કર્યેા હતો તેમજ એક તબક્કે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેતા રાત્રિના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. ત્યારબાદ યોગ્ય તપાસની ખાતરી મળતા પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકારી લીધો હતો. આપઘાત કરી લેનાર યુવાન બે ભાઈ એક બહેનમાં વચેટ હતો તેને સંતાનમાં ૧૦ અને ૬ વર્ષના બે પુત્ર છે. એ ડિવિઝન પોલીસ દ્રારા હાલ બંને આરોપીઓ સામે યુવાનને મરવા મજબૂર કર્યા અંગેની આઇપીસીની કલમ ૩૦૬ ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application