સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે વિદેશી પક્ષીઓનું આગમન

  • December 11, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતા જ હજારો માઈલોનો પ્રવાસ ખેડીને કલબલ કલબલ કરતા કરા કરા કરતા વિદેશી પક્ષીઓનું ઝુંડ સોમનાથ ત્રિવેણી સંગમના મહેમાન બન્યા છે. મોંઘેરા એ મહેમાનો કયારેક જળ સપાટી ઉપર તરતા કયારેક આકશમાં ઉડતા તો કયારેક ત્રિવેણીઘાટ ઉપર યાત્રીકો પ્રવાસીઓ વચ્ચે જતા આ વિદેશી પક્ષીઓ સોમનાથ તીર્થ પ્રવાસીઓમાં આકર્ષકરૂપ બન્યા છે. યાત્રીકો આ પક્ષીઓ સાથે કે, તેના નયનરમ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલમાં કલીક કરી યાત્રા સંભારણું સુખદ બનાવે છે. પેલીકન, વૈયા, ફલેમીંગો, જલમંજરી, પેન્ટેડ, સ્ટોર્ક, કુંજ સહિતના આ પક્ષીઓ જયારે નદીની સપાટી ઉપર એકસાથે બેસી જાય છે ત્યારે પક્ષીઓની ચાદર નદી ઉપર સર્જાઈ જાય છે. સિંગલ સહિતના આ પક્ષીઓ સાયબેરીયા, ઓસ્ટ્રેલીયા સહિતના ઠંડા પ્રદેશમાંથી ઠંડીની શરૂઆત થતાં સોમનાથના ત્રિવેણી સંગમ દરિયા કિનારે આવી પહોંચે છે. ઠંડા પ્રદેશમાં વધુ પડતી ઠંડીને કારણે તળાવો અને નદીઓમાં બરફ જામી જાય છે તેથી જે પ્રદેશમાં ઓછી ઠંડી પડે તેવા પ્રદેશમાં ઠંડીની મોસમ પુરી થાય ત્યાં સુધી રોકાય છે અને સાથે તેમના બચ્ચાઓનો ઉછેર કરે છે અને ઠંડી પુરી થયા બાદ ફરી પાછા પોતાના દેશ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application