કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીને પાસાનું વોરંટ ઇશ્યુ, દારૂ નેટવર્ક, હત્યાના પ્રયાસ સહિત 25 ગુનામાં સંડોવણી

  • May 15, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દારૂ નેટવર્ક ધરાવનાર અને દારૂના 24 તથા હત્યાના પ્રયાસ સહિત 25 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. પીસીબીની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાં દારૂની પ્રવૃત્તિને અટકાવવા માટે દારૂની હેરફેરમાં સંડોવાયેલા શખસો સામે પાસા સહિતની આકરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા દ્વારા કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર લગાવી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી પીસીબીની ટીમે આરોપી અલ્તા ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ (ઉ.વ 46 રહે. નવા થોરાળા, વિજયનગર શેરી નંબર 2) ની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.


આ કામગીરીમાં પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.હુણ તથા તેમની ટીમ જેમાં એએસઆઈ મયુરભાઈ પલારીયા, સંતોષભાઈ મોરી, રાજુભાઈ દેહકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારૂ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


અલ્તાફ અગાઉ છ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે

બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી અગાઉ પણ છ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે. આરોપીને અગાઉ વર્ષ 2007, 2008, 2009, 2012, 2013 અને 2014માં પાસા થયા હતા.


અલ્તાફ સાથે સાંઠગાંઠ ધરાવનાર ડઝનબંધ પોલીસમેનની જિલ્લા ફેર બદલી થઈ હતી

કુખ્યાત બુટલેગર અલ્તા ઉર્ફે છ આંગળી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં દારૂનું નેટવર્ક ધરાવે છે. પોલીસની મીઠી નજર હેઠળ તેનો આવ વેપલો ચાલતો હોવાનું સામે આવ્યા બાદ કુખ્યાત બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવનાર રાજકોટ પોલીસના ડઝનબંધ પોલીસમેનની જિલ્લા ફેર બદલી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application