જસદણના શિવરાજપુર ગામે ખેતીની જમીન પચાવી પાડનાર ૩ શખસોની ધરપકડ

  • February 10, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ. જસદણના શીવરાજપુર ગામે ખેતીની જમીન પચાવી પાડનાર ૩ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ યા બાદ જસદણ પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હા ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં રહેતાં ફરીયાદી રમેશભાઇ લખમણભાઇ સોલંકીએ તેઓની ફરીયાદ જાહેર કરેલ કે, તેઓના માતાની કાયદેસરની માલીકીની જમીન જસદણ તાલુકાના શીવરાજપુર ગામના સર્વે નં.૩૧૦ પૈકી-૨ની હે.આરે.૧-૪૦-૬૩ જમીન આરોપીઓએ મળી ગેરકાયદેસર રીતે દબાણ કરી કોઇ પણ જાતના હક્ક દાવા વગર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડેલની ફરીયાદ જાહેર કરેલ. જે અંગે જસદણ પોલીસે કલમ-૫૦૪, ૧૧૪ તા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમ ૪,૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. તે દરમિયાન જીલ્લ ા અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સુચના આપેલ. જેી જસદણ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ વિરજી રવજીભાઇ મકવાણા, ગોવિંદ જાગાભાઇ મકવાણા તા ચેતન ઉર્ફે દુદાભાઇ પુંજાભાઇ મકવાણા(રહે બધા-શીવરાજપુર)ને દબોચી લઇ ધરપકડ કરી હતી. આ કાર્યવાહી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણના પીઆઇ ટી.બી.જાની, પીએસઆઇ એમ.ડી.વાઘેલા, એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડ, એચ.સી.પ્રણવભાઇ વાલાણી, પી.સી. ચંદુભાઇ પલાળીયા, પી.સી. અશોકભાઇ ભોજાણી તા પી.સી. અનીલભાઇ સરવૈયાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application