ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ–૨૦૨૪ને હવે ગણતરીના કલાકો બાકી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી યોજાનાર છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ–૨૦૨૪ના ઉપલયમા ગૃહ રાયમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિકયુરિટી રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. મહાનુભાવોની સુરક્ષાને લઈને ગાંધીનગરને કિલ્લ ેબંધી કરવામાં આવી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાભરના મહેમાન આવશે તેથી તેમની સિકયોરિટી અને અન્ય સુવિધાઓ ઉપર ખાસ ધ્યાન રાખવું જરી બને છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સિકયોરિટી વ્યવસ્થા અંગે વાત કરીએ તો ૬૫૦૦ પોલીસ જવાનો અને ૫૦૦ હોમગાર્ડને આ જવાબદારી સોંપવામાં આપી છે. વધુમાં સરળતાથી લોકો વાહન પાર્ક કરે તેના માટે હાઇ ટેકનોલોજીના માધ્યમથી મેપિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉપરાંત ૧ એડીજીપી, ૬ આઈજીપી ૨૧ એસ.પી ૬૯ ડીવાયએસપીઓ ૨૩૩ પીઆઈ , ૩૯૧ પીએસઆઈ, ૫૫૨૦ પોલીસ, ૧૦૦ કમાન્ડો, ૨૧ મોરચા સ્કવોડ, ૮ કવીક રિસ્પોન્સ ટીમ, ૧૫ બીડીડીએસ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાકિગ ન થાય તેની તકેદારી માટે ૩૪ ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગેા પર ફરશે.
મહાત્મા મંદિર, સેકટર–૧૭ એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્રારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પહેલી વખત એનએસજી કમાન્ડો દ્રારા સહયોગ સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત જરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાકિગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી–એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાકિગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરવામાં આવેલ છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરમાંથી અગ્રણી કંપનીઓના ઉધોગકારો અને પ્રતિનિધીઓ ગુજરાત આવશે અને ગુજરાત સરકાર દ્રારા પુરી પડાયેલી મદદના આધારે તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેનો સીધો લાભ ગુજરાતના રહિશોને મળશે. ઉલ્લ ેખનિય છે કે, અત્યાર સુધીમાં કુલ ૧૦.૩૧ લાખ કરોડના કરાર છે અને ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં શ થવાની પણ શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech