પતંગોત્સવનો પર્વ ગઈકાલે અનેક લોકો માટે સજાપ બન્યો હતો. મનાઈ હોવા છતાં ચાઈનીઝ અને પાકકા માંઝાની દો૨ીથી અનેક લોકોના ગળા,કાન,નાક, આખં અને આંગળીઓ સહિતના શ૨ી૨ના ભાગે ઘવાયા હતાં અને તમામને સિવિલ હોસ્પિટલમાં ઈમ૨જન્સી સા૨વા૨ આપવામાં આવી હતી. ભગવતીપરામાં રહેતો અને શાકભાજી વેંચતો વસીમ ઈસ્માઈલભાઈ લાખાણી (ઉ.૩૦) યુવક સવારે યુબેલી શાક માર્કેટમાં બકાલુ વેંચ્યા બાદ ઘરે જઈ રહ્યો હતો ત્યારે કેસરી હિન્દ પુલ પર પહોંચતા ગળામાં પતંગનો દોરો ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા પંદર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. આ સિવાઇ નાની મોટી ઇજા થઇ હતી તેના નામ આ મુજબ છે. કાજલ રાજુભાઈ (ઉ.૩૦), લાલજી રાણાભાઈ (ઉ.૪૨), આશિષભાઈ (ઉ.૪૨), કાળુભાઈ ઉકાભાઈ (ઉ.૬૦), મનસુખભાઈ બાબુભાઈ (ઉ.૩૭), ફૈજલ રફીકભાઈ (ઉં.૨૦), મનસુખ બાબુભાઈ (ઉ.૩૭), પ્રકાશ ભરતભાઈ (ઉ.૨૭), વસીમ ઈસ્માઈલભાઈ (ઉ.૩૦), રાજ વિપુલભાઈ (ઉ.૪૨), જાનવી કણસાગરા (ઉ.૨૧), જીતુભાઈ (ઉ.૪૦), રાજુબેન (ઉ.૨૫), રેખા નરસીભાઈ (ઉ.૧૦), વિવેક અનીલભાઈ (ઉ.૧૮), કરણ મહેશભાઈ (ઉ.૨૭), મસ્તસાઈ અશોકભાઈ (ઉ.૧૮), મનસુખભાઈ સોલંકી (ઉ.૫૨), મહેશ રામભાઈ (ઉ.૧૮), સારીકા જયેશભાઈ (ઉ.૧૩), દિપમાલા જયેશભાઈ (ઉ.૧૨), વિજય ચંદુભાઈ (ઉ.૨૭), અપુર્વ હસમુખભાઈ (ઉ.૨૪), રામેશ સમતા (ઉં.૧૭), કિશોર ડામોર (ઉ.૧૦), નઝીમ હનીફભાઈ (ઉ.૨૯), સુનિલ સુરેશભાઈ (ઉ.૨૦), તુષાર જગદીશભાઈ (ઉ.૧૭), આશિષ – ઇશ્વરદાસ (ઉ.૩૦), ક્રિષ્ના અજીતભાઈ – (ઉ.૨૮), વિનોદ પ્રેમદાસ (ઉ.૨૫), – સમીર મયુરભાઈ (ઉ.૭), ગીતાબેન રસીકભાઈ (ઉ.૫૮), પરેશ મનસુખભાઈ (ઉ.૨૩), રાણશીભાઈ (ઉ.૧૬), મનહરભાઇ(ઉ.૬૩), જેશન શર્મા (ઉ.૩૬), મહમદ સલિમ (ઉ.૨૯), વિપુલભાઈ કાંતિભાઈ (ઉ.૫૫), આભ્યાસાભાઈ (ઉ.૬૯), કમલેશભાઈ યોગેન્દ્રભાઈ (ઉ.૪૮), મહેશભાઈ પરષોત્તમભાઈ (ઉ.૫૦), મહેશભાઈ ધીરજલાલ (ઉ.૫૨), સપનાબેન (ઉ.૯), જયદિપ લખતરીયા (ઉ.૩૧), નિલેષભાઈ દીનેશભાઈ (ઉ.૩૪), લાલભાઈ (ઉ.૨૩), મનિષભાઈ ધીરજભાઈ (ઉ.૫૨), જેતસી અશોકભાઈ (ઉ.૨૮), જીજ્ઞેશ પરેશભાઈ (ઉ.૩૮) અને દિવ્યાબેન રાજેશભાઈ (ઉ.૩૮). સહિતનાને સારવાર આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech