કોંગોમાં દેખાવો કરનારા નાગરિકો પર સેનાનો ગોળીબાર : ૪૦નાં મોત

  • September 01, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આફ્રિકન દેશ કોંગોમાં સંયુકત રાષ્ટ્ર્ર સામે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ સામે સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી, જેમાં ૪૦થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. કોંગી સેના દ્રારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સેનાએ શઆતમાં સાત લોકોના મોતની માહિતી આપી હતી. બુધવારે પૂર્વ કોંગો શહેર ગોમામાં યુએન વિરોધી હિંસક વિરોધ પ્રદર્શનો પર સરકારે કડક કાર્યવાહી કરી, જેમાં ૫૬ અન્ય લોકો ઘાયલ થયા.પોલીસકર્મી પરના હત્પમલાનો કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગી સૈન્યએ ગોમા શહેરમાં યુએન પીસકીપીંગ મિશન અને અન્ય વિદેશી સંસ્થાઓ સામે વિરોધ પ્રદર્શનોને હિંસક રીતે વિખેરી નાખ્યા હતા.કોંગી અધિકારીઓએ જણાવ્યું કે પોલીસકર્મીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી સેનાની કાર્યવાહીમાં સાત પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. પરંતુ બે સૈન્ય અધિકારીઓએ નામ ન આપવાની શરતે રોઇટર્સને જણાવ્યું કે હુમલામાં મૃત્યુઆકં ૪૦થી ઉપર છે.

સંયુકત રાષ્ટ્ર્ર મૃત્યુની તપાસ કરી રહ્યું છે
તે જ સમયે, સંયુકત રાષ્ટ્ર્રએ કહ્યું છે કે તે સૈનિકો દ્રારા પ્રદર્શનકારીઓના મોતની તપાસ કરી રહ્યું છે. પ્રાંતીય સૈન્યના પ્રવકતા ગુઇલોમ એનડજિકે આ અહેવાલોને નકારી કાઢા અને કહ્યું કે મૃત્યુઆકં સાત રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગી સૈન્ય અધિકારીઓનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ્ર જોઈ શકાય છે કે સેના ડઝનબધં મૃતદેહોને ટ્રોલીમાં ખેંચી રહી છે. ગોમામાં ઇન્ટરનેશનલ રેડ ક્રોસની સ્થાનિક શાખાના વડા એન સિલ્વી લિન્ડરે જણાવ્યું હતું કે વિરોધ બાદ મોટી સંખ્યામાં લોકો તેમના કિલનિકમાં છરી અને ગોળીથી ગંભીર ઇજાઓ સાથે આવ્યા હતા. એનીએ કહ્યું કે કિલનિકમાં લાવવામાં આવેલા કેટલાક ઘાયલો પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application