શસ્ત્ર ઉત્પાદક ભારત: અમેરિકા પણ ઘરાક

  • October 28, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હથિયારોની નિકાસના મામલે ભારત છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતે 375 મિલિયન ડોલરના સોદા હેઠળ ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ આપી હતી. ભારતીય શસ્ત્રોના સૌથી મોટા ખરીદદાર તરીકે આર્મેનિયા ટોચ પર છે.પ્નિાક, બ્રહ્મોસ, આકાશ સહિતના શસ્ત્રોની નિકાસમાં ઝડપી વધારો નોંધાયો છે. ખરીદદારોની યાદીમાં અમેરિકા પણ સામેલ છે
બ્રહ્મોસ મિસાઇલ ઉપરાંત, ભારત ડોર્નિયર-228 એરક્રાફ્ટ, બુલેટપ્રૂફ જેકેટ્સ, નાઇટ વિઝન ઇક્વિપમેન્ટ, આર્ટિલરી ગન, રડાર, આકાશ મિસાઇલ, પ્નિાકા રોકેટ અને આર્મડ વાહનોની નિકાસ કરી રહ્યું છે.એક રિપોર્ટ અનુસાર, આર્મેનિયાએ ભારતને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, પ્નિાક મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ અને 155 એમએમ આર્ટિલરી ગન માટે મોટો ઓર્ડર આપ્યો છે. આર્મેનિયાની સાથે અમેરિકા અને ફ્રાન્સ પણ ભારતના શસ્ત્ર ખરીદનારાઓની ટોચની ત્રણ યાદીમાં સામેલ છે. ભારત અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયામાં તેના હથિયારોની નિકાસમાં ટોચ પર છે. રિપોર્ટ અનુસાર, ભારત પાસે સૈન્ય હથિયારોની નિકાસ માટે 2.6 અબજ ડોલર એટલે કે લગભગ 21 હજાર કરોડ રૂપિયાના ઓર્ડર છે. ભારત સરકાર અને ખાનગી ક્ષેત્રની કંપ્નીઓ લગભગ 100 દેશોમાં વિવિધ પ્રકારના શસ્ત્રો અને સાધનોની નિકાસ કરી રહી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. ફિલિપાઈન્સ સહિત ઘણા દેશો આ હથિયાર મેળવવા માટે લાઈનમાં ઉભા છે. ભારત દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ઇજિપ્ત સહિત ઓછામાં ઓછા 10 દેશોમાં તેની નિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ ઉપરાંત, ભારત ઘણા દેશોમાં ડોર્નિયર-228 એરક્રાફ્ટ, બુલેટપ્રૂફ જેકેટ્સ, નાઇટ વિઝન ઇક્વિપમેન્ટ, આર્ટિલરી ગન, રડાર, આકાશ મિસાઇલ, પ્નિાકા રોકેટ અને બખ્તરબંધ વાહનોની નિકાસ કરી રહ્યું છે. ભારત અમેરિકાને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પાંખો અને અન્ય ભાગોની નિકાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application