પોરબંદરના બોરીચા નજીક તારીખ ૨૪ /૯ ના માલધારી વૃદ્ધ સાથે રસ્તે ચાલવા પ્રશ્ને ત્રણ ઈસમો એ ઘાતક હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવના મૂળ સુધી પહોંચીને પોલીસે આદિત્યાણા ના કુખ્યાત ભીમા દુલા ઓડેદરા સહિત તેના સાગરીતોની ધરપકડ કરી હતી જેમાં ભીમાના ઘરેથી દા ઘાતક હથિયારો સહિત રોકડ રકમ જપ્ત થઈ હતી. આ બનાવમાં પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ માંગ્યા હતા જે નામંજૂર કરવામાં આવ્યા છે.
તારીખ ૨૪- ૯ ના માલધારી વૃદ્ધ ઉપર થયો હતો હુમલો
ગત તારીખ તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ બોરીચા ગામ બસ સ્ટેન્ડની પાસે રહેતા ફરીયાદી દાનાભાઈ પુનાભાઈ ચાવડા (ઉ.વ.૬ર)માલઢોર ચરાવવા માટે બોરીયા ગામથી બખરલા ગામ તરફ જતા ડામર રોડ પર જતા હતા તે દરમ્યાન ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ લઇ ફરીયાદી દાનાભાઈ પાસે આવી મોટર સાયકલ ઉભી રાખી નીચે ઉતરી ગાળો દઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણેય ઇસમોએ કોદારીની મુંદરના ઘા ખંભા તથા હાથ તથા પગના ભાગે મારી ડાબા પગમાં ફ્રેક્ચરની ઇજા કરી ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી. એકબીજાની મદદગારી કરીજીલ્લા મેજીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતેની ફરીયાદ આ કામના ફરીયાદીશ્રીએ આપતા બગવદર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામા આવેલ હતો
ભીમા દુલા એ કારમાં હથિયારો સાથે આવીને આપી હતી ધમકી
જે ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગિરથસિંહ જાડેજા દ્વારા સતત દેખરેખ અને માર્ગદર્શન આપવામા આવેલ સદરહુ ગુનાની તપાસ પ્રથમ બગવદરના પો.સ.ઈ.બારા સંભાળી રહેલ હતા દરમ્યાન જાણવા મળેલ કે બનાવ બન્યાના ત્રણેક મહીના પહેલા ભીમા દુલા ઓડેદરાને ત્યા કામ કરતા રામગર જેરામગર મેઘનાથી ઉ.વ રહે આદીત્યાણા વાળા તથા બોરીચા ગામના રહેવાસી લખમણભાઈ મુછાર સાથે રસ્તા પર સાઈડ આપવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયેલ અને આ બાબત રામગર જેરામગર મેઘનાથીએ ભીમા દુલાભાઈ ઓડેદરાને જણાવતા ભીમા દુલા ઓડેદરા પોતાની ૨ કારમા પોતાના માણસો સાથે પ્રાણ ઘાતક હથીયારો સાથે બોરીચા ગામ જઈ હાથ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપી આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech