બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાકરાવાડી ગામે રહેતા રાહુલ ઉર્ફે કડવો ભાવસિંગભાઈ દંતેશ્વરીયા(ઉ.વ 25) અને તેના પિતા ભાવસિંહભાઈ દંતેશ્વરીયા(ઉ.વ 50) બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાહુલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે શુક્લ પીપળીયા ગામે રહેતા સંજય ચતુરભાઈ સોલંકી, પોપટપરાના બેચર કોળી અને ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના 12:30 વાગ્યા આસપાસ જોર જોરથી દેખારો થતાં તેને રૂમનો દરવાજો ખોલતા સંજય કે જેના હાથમાં ધારીયુ હોય તથા બેચરના હાથમાં પાઇપ હતો અને બીજા ચાર અજાણ્યા શખસો ધોકા અને સોડાની બોટલો સાથે ધસી આવ્યા હતા. યુવાન કંઈ સમજે તે પૂર્વે તેના પર કાચની બોટલોનો ઘા કરતા તેને કપાળમાં ઈજા પહોંચતા દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં તેને રૂમમાં બારીમાંથી દેકારો કરતા મોટા બાપુના પુત્ર અહીં આવી જતા આ શખ્સો અહીંથી નાસી ગયા હતા. ત્યારબાદ તેણે રૂમનો દરવાજો ખોલી બહાર આવી જોતા તેમના પિતાજી લોહીલુહાણ હાલતમાં પડ્યા હોય તેમને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, અગાઉની અદાવતનો ખાર રાખી આરોપીઓ અહીં ધસી આવી તેમના પર ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદમાં પિતા પુત્ર બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ભાવસીંગભાઇને બંને પગમાં ફ્રેકચર થયું હોવાનું માલુમ પડ્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી આઠેક મહિના પૂર્વે ભાવસિંગભાઈને ભાદરવી અગિયારસના દિવસે શુકલ પીપળીયામાં રહેતા સંજય સોલંકી સાથે ઝઘડો થયો હતો. એકાદ મહિના બાદ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ તેમ છતાં આ ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાજણાવાળા નેશ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતીનું થયુ મોત
April 03, 2025 03:04 PMસ્ટેજ પર કાયમ નાટક થતા હોવાનો કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસનો ખુલાસો
April 03, 2025 03:04 PMબગવદર અને કુતિયાણા પંથકમાં ચાર અસામાજિક તત્ત્વોના વીજકનેકશન થયા કટ
April 03, 2025 03:03 PMવીરભનુની ખાંભીથી નિરમા ફેકટરી સુધી સ્ટ્રીટલાઇટ ફીટ કરો
April 03, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech