જેતપુર તાલુકાના સેલુકા ગામની સીમમાં કેનાલમાં વીજ મોટર મૂકી પાણી કાઢવા બાબતે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સામસામી ફરિયાદના આધારે વીરપુર પોલીસે 19 શખસો સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના રબારીકા ગામે રહેતા અભય ઉર્ફે અભો કનુભાઈ લાલુ (ઉ.વ 21) નામના કાઠી દરબાર યુવાને વીરપુર પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર તાલુકાના સેલુકા ગામે રહેતા ભાયા બચુભાઈ ભડેલીયા, રાજેશ ઉર્ફે પોપટ રામજીભાઈ ભડેલીયા, રોહિત ભાયાભાઈ ભડેલીયા, દિપક ઉર્ફે દિપો કાનજીભાઈ ભડેલીયા, ઘનશ્યામ ઉર્ફે કનુ કાનજીભાઈ ભડેલીયા, કાનજી બચુભાઈ ભડેલીયા, સવજી બચુભાઈ ભડેલીયા, લાલજી ભાયાભાઈ ભડેલિયા, મહેશ કાનજીભાઈ ભડેલીયા, પરસોત્તમ સવજીભાઈ ભડેલીયા અને કિશોર બચુભાઈ ભડેલીયાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 13/2 ના રાતના 9:00 વાગ્યા આસપાસ તે પોતાના ગામમાં લગ્ન પ્રસંગમાં હોય દરમિયાન મયુરભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, સરપંચ પ્રતાપભાઈનો ફોન આવ્યો છે અને તેમણે વાત કરી હતી કે, સેલુકા ગામની સીમમાં પરસોત્તમભાઈ ભડેલીયા કેનાલમાં મોટર ઉતારી પાણી કાઢે છે જેથી આપણે કેનાલે જવાનું છે. જેથી યુવાન તેના મિત્રનું એકટીવા લઇ મયુરભાઈ તથા સતિષભાઈ એમ ત્રણેય અહીં સેલુકા ગામની સીમમાં પહોંચતા અહીં આરોપીઓ હાજર હોય અને તેઓ ગાળાગાળી કરતા હતા. દરમિયાન આ શખસોએ પાઇપ,ધારીયા,ધોકા વડે હુમલો કરી દીધો હતો. જેમાં યુવાન અભય ઉર્ફે અભાને માથામાં પાઇપ મારી દીધો હતો જ્યારે તેની સાથેના સતિષભાઈને પણ માથામાં ધારીયું મારી દીધું હતું અને મયુરને લોખંડનો પાઇપ તથા લાકડી વડે માર મારતા તેને હેમરાજ થઈ ગયું હતું. ત્રણેયને પ્રથમ જેતપુર બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પરસોત્તમભાઈ ભેડલીયા કેનાલમાં મોટર મૂકી પાણી કાઢતા હોય જે પાણી કાઢવાની ના પાડતા ઉશ્કેરાઇ આ હુમલો કર્યો હતો. જે અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે મારામારી રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાપક્ષે સેલુકા ગામે રહેતા પરસોત્તમ એપિસોડ સવજીભાઈ ભડેલીયા (ઉ.વ 31) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપીઓ તરીકે રબારીકા ગામે રહેતા સુરેશ ઉર્ફે છગન ભડેલીયા, પ્રતાપ લાલુ, હકુ માકડ, સતીશ ચાંદ્રડ, અભય લાલુ, મયુર ચાંદ્રડ અને અજય ચાંદ્રડના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેનાલમાં મોટર મૂકી પાણી કાઢવાનું વારો ન હોય તેમ છતાં અહીંથી પાણી કાઢતા હોય તેવામાં સુરેશ ઉર્ફે છગન આવ્યો હતો અને મોટર બંધ કરવાનું કહેતા મોટર ચાલુ રાખી હતી જેથી આરોપીઓએ ગાળો ભાંડી માથાકૂટ કરી હતી અને બાદમાં ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યાર બાદ પાઇપ-લાકડી વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના પિતા સવજીભાઈને હાથમાં ધારીયું મારી દેતા તેઓને ફ્રેક્ચર થઈ ગયું હતું આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમો હેઠળ જરૂરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech