ગોંડલના ભુણાવા ગામે ક્ષત્રીય પરિવારના બે જુથ વચ્ચે ચાલી આવતી માથાકુટ ગઈકાલે રાત્રે ફરી વકરી હતી. બન્ને જુથ સામસામા આવી ગયા હતા અને ગામમાં જ છરી, ધોકા, પાઈપ સહિતના હથીયારો સાથે એકબીજા પર તુટી પડતા છથી વધુ ઈસમો ઘાયલ થયા હતા અને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસે બન્ને જુથના ૧૫ શખસો સામે સામસામી ફરિયાદ નોંધી છે. ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ફરિયાદની વિગતો મુજબ ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજા ઉ.વ.૪૭એ ગામના જ સિધ્ધરાજસિંહ નીરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરૂભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રૂદ્રરાજસિંહ સંજયસિંહ, લકીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા મંગા ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ આરોપીઓ સામે અગાઉ ધંધાકીય માથાકુટ ચાલતી હતી અને જે તે સમયે મારામારી થઈ હતી અને ફરિયાદ પણ નોંધાઈ હતી. જે મનદુ:ખનો ખાર રાખી આરોપીઓ લાકડી, પાઈપ, ધોકા સાથે ધસી આવ્યા હતા અને ખુની હત્પમલો કર્યેા હતો. હત્પમલામાં ફરિયાદી તેમજ તેના પરિવારના અન્ય સભ્યો કૃષ્ણપાલસિંહ, ઓમદેવસિંહ અને ભગીરથસિંહ ઉર્ફે ભગીને માથા તથા હાથપગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.
જયારે સામા પક્ષે યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા ઉ.વ.૨૫એ આરોપી રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા, ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, ભગીરથસિંહના ભાઈ હરપાલસિંહ, રાજેન્દ્રસિંહના બે દિકરા ઓમદેવસિંહ અને મયુરસિંહ તેમજ આરોપી વિજયસિંહનો પુત્ર કૃષ્ણપાલસિંહ સામે અગાઉની માથાકુટનો ખાર રાખી લાકડી, છરી જેવા હથીયારોથી ઘાતકી હત્પમલો કરી માથાના ભાગે, હાથના ભાગે યશપાલસિંહ તથા નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા કરી હોવાનો આરોપ મુકયો છે. આ બનાવ અંગેના સીસીટીવી ફટેજ પણ વાયરલ થયા છે. હથીયારો અને પથ્થરોના ઘા ઝીંકી છુટા હાથની મારામારી કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ છે. પોલીસે સીસીટીવી ફટેજ કબજે કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખના જનાઝામાં હજારો લોકો જોડાયા
May 15, 2025 02:48 PMપોરબંદરમાં ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે મુળ રાણાવાવનો યુવાન ઝડપાયો
May 15, 2025 02:46 PMસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech