થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર્રના એક સહિત રાયના ત્રણ જેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દીધા બાદ હવે ગુજરાતને કોંગ્રેસ મુકત કરવા માટેનું ઓપરેશન લોટસ સૌરાષ્ટ્ર્રમાં અમલમાં મુકાયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ આગેવાન અર્જુનભાઈ ખાટરીયાએ પોતે ભાજપમાં ભળી રહ્યા
હોવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ મોઢવાડિયા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાતો એ ભારે જોર પકડું છે. અર્જુનભાઈ મોઢવાડિયા આવી વાતને અફવા ગણાવે છે. પરંતુ પોરબંદરના સ્થાનિક અખબારોમાં પણ આ સમાચાર પ્રસિદ્ધ થયા છે અને તેમાં પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયાએ પોતાના પ્રતિભાવમાં એવું જણાવ્યું છે કે હત્પં અને અર્જુનભાઈ મોઢવાડિયા રાજકીય પ્રતિસ્પર્ધી છીએ. પરંતુ અમે સારા મિત્રો પણ છીએ. જો ભાજપ હાઈ કમાન્ડ આદેશ આપે અને મોઢવાડિયા ભાજપમાં આવે તો તેનું સ્વાગત છે.
આવા વાતાવરણ વચ્ચે આજે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી, મંત્રી રાજકોટના આગેવાનોએ મોટી સંખ્યામાં રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસની સંગઠન પાખ એનએસયુઆઇના ચાર મોટા નેતાઓએ રાજીનામાં દીધા છે અને ૬૦ કાર્યકરો એ પણ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. આ તમામ હવે આગામી દિવસોમાં ભાજપમાં ભળી રહ્યા છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ અર્જુન મોઢવાડિયા ઉપરાંત કોંગ્રેસના એક વધુ ધારાસભ્ય પણ ભાજપમાં જઈ રહ્યા છે. તેના માટે ભાજપમાં ઘણા સમયથી માલ પાથરીને જગ્યા પણ રાખવામાં આવી છે. જોકે આ નેતા યારે યારે પણ આવી વાતો થાય છે ત્યારે પોતે કોંગ્રેસ નથી છોડી રહ્યા તેવું જણાવે છે. આમાં સાચું શું છે એ આગામી સમયમાં ખબર પડશે.
રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપી દીધું છે અને હજુ કોંગ્રેસના ચારથી પાંચ સભ્યો પણ જિલ્લા પંચાયતમાંથી રાજીનામું આપે તેવો ઘાટ ઘડાયો છે. રાજકોટ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના પાંચ થી છ સભ્યો રાજીનામાં આપવા માટે તૈયાર થઈ ગયા હોવાનું સૂત્રો જણાવે છે. આ ઉપરાંત પડધરી, લોધિકા, જસદણ અને વિછીયામાં કોંગ્રેસના સંગઠન માળખાના ટોચના નેતાઓ રાજીનામાં આપીને ભાજપમાં ભળી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં ડેરી, માર્કેટયાર્ડ સહિતના ક્ષેત્રમાંથી પણ મોટાપાયે રાજીનામાની વાતો થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech