આવેદનપત્ર આપતી વખતે પૂર્વ મંત્રી અને કલેકટર વચ્ચે બોલાચાલી

  • August 29, 2023 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેકટરે શિસ્ત જાળવવાનું કહેતા ડો.દિનેશ પરમાર ઉગ્ર થઇ ગયા

રાજયના પૂર્વ મંત્રી અને કલેકટર વચ્ચે ગઇકાલે એક આવેદનપત્ર આપતી વખતે ભારે ટપાટપી થતાં લોકો ચોંકી ગયા હતાં અને એક તબકકે પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમારને કહી દીધું કે, તમે શિસ્ત જાળવો. ત્યારબાદ આ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો થાળે પડયો હતો.
ભારત સરકારના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બીબેક ડેબોરોયે દેશદ્રોહ તથા સંવિધાન વિરોધી ટીપ્પણી કરતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા જામનગરમાં પૂર્વ ધારાસભ્ય અને લોકોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવાયું હતું કે, ભારતના સંવિધાનનું રક્ષણ કરવું, મોજુદા ભારતનું સંવિધાન વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન છે જેનું અનુકરણ દુનિયામાં થઇ રહ્યું છે, એક પ્રખ્યાતમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર વિરુઘ્ધ લેખ લખાયો છે, ભારતનું બંધારણ કોલોનીયલ લેગેસી છે અને ૧૯૩૫માં બનાવાયું છે, હાલમાં આપણી પાસે જે બંધારણ છે તે મુળ સ્વરુપમાં નથી, એક જવાબદાર વ્યકિત આ પ્રકારની ટીપ્પણી કરે તે યોગ્ય નથી, ત્યારે જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે. આ તકે પૂર્વ ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરતા કલેકટર શિસ્ત જાળવવાનું કહેતા શાબ્દીક ટપાટપી થઇ હતી. જામનગર જિલ્લા કલેકટરની ચેમ્બરમાં સંવિધાનના મુદ્દે આવેદન પાઠવવા ગયેલા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ડો. દિનેશભાઈ પરમારે ઉગ્ર થઈને રજુઆત કરતા મામલો ગરમાયો હતો.
ટોળાં સાથે આવેદનપત્ર આપવા જવાનું કહેનાર પૂર્વ ધારાસભ્યને કલેકટરે જણાવ્યું હતું કે, ડેકોરમ જાળવો. આ કલેકટરની ચેમ્બર છે. આથી ગુસ્સે ભરાયેલા ડો. પરમારે કહ્યું હતું કે આ પબ્લિક માટેની ચેમ્બર છે, તમારી પર્સનલ નથી, આ પછી પાંચથી સાત લોકો સિવાયના બધાને ચેમ્બર છોડી જતાં રહેવાનું કલેકટરે જણાવતા ડો. પરમારે સ્પષ્ટ જણાવી દીધુ હતું કે, સ્થિતિ બગડે તો મારી જવાબદારી નહીં. આખરે કલેકટરે આવેદનપત્ર સ્વીકારી લીધું હતું. જો કે, કલેકટરને સ્પષ્ટ પણે આ પ્રકારના શબ્દ નહીં વાપરવા ડીસીપ્લીન જાળવવા કહી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application