વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હવામાન પરિવર્તનને કારણે આર્કટિક ગ્લેશિયર સંપૂર્ણપણે અધ્શ્ય થઈ જશે. આનો સીધો અર્થ એ છે કે વર્ષ ૨૦૨૭ સુધીમાં, ઉનાળાની મોસમ અહીં પ્રથમ વખત આવી શકે છે. અભ્યાસ મુજબ, ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે આકિર્ટક સમુદ્રનો બરફ દર દાયકામાં સરેરાશ ૧૨ ટકાથી વધુની ઝડપે પીગળી રહ્યો છે, જેનો અર્થ છે કે આપણે એવા દિવસ તરફ આગળ વધી રહ્યા છીએ યારે તેનો લગભગ તમામ બરફ અસ્થાયી પે અધ્શ્ય થઈ જશે.જેની અસર આખા વિશ્વા દેખાશે, અનુભવાશે.આ નવા અભ્યાસમાં ૧૧ આબોહવા મોડલ અને ૩૬૬ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે અહીંનો લગભગ તમામ બરફ અસ્થાયી પે ગાયબ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું છે કે બરફ અસ્થાયી સ્વપે પીગળી જવાથી સમગ્ર વિશ્વમાં અંધાધૂંધી થશે!
આ અભ્યાસ તાજેતરમાં નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો છે. એવું કહેવાય છે કે જો માનવી પોતાના વર્તનમાં થોડો સુધારો લાવે તો આ પ્રક્રિયામાં ૯ થી ૨૦ વર્ષનો વિલબં થશે. કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના કલાઈમેટ સાયન્ટિસ્ટ એલેકઝાન્ડ્રા હોન અને ગોથેનબર્ગ યુનિવર્સિટીના સેલિન હ્યુજીસ સહિતની આંતરરાષ્ટ્ર્રીય સંશોધન ટીમે હાઈ–ટેક કમ્પ્યુટર મોડલ્સનો ઉપયોગ કરીને આ આગાહી કરી છે.
આ વર્ષે નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરે અહેવાલ આપ્યો છે કે આર્કટિક સમુદ્રી બરફની લઘુત્તમ હદ ૪.૨૮ મિલિયન ચોરસ કિલોમીટર નોંધાઈ છે, જે ૧૯૭૮ પછીના સૌથી નીચા સ્તરોમાંનું એક છે. આ આબોહવા મોડેલોએ દર્શાવ્યું છે કે જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટશે તો પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં તમામ આકિર્ટક બરફ પીગળી જશે.
આબોહવા સંતુલન બગડી શકે છે
આબોહવા વૈજ્ઞાનિક એલેકઝાન્ડ્રા હોને તારણ કાઢું હતું કે ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં કોઈપણ ઘટાડો દરિયાઈ બરફને બચાવવામાં મદદ કરશે. તેમણે આબોહવા પરિવર્તનને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાના મહત્વ પર ભાર મૂકયો હતો. વૈજ્ઞાનિકોની આ આગાહીથી દુનિયાના લોકોનું ટેન્શન વધી ગયું છે. આર્કટિક ગ્લેશિયર્સ વૈશ્વિક તાપમાન સંતુલન અને વહેતા સમુદ્રી પ્રવાહો સહિત ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જળવાયુ સંકટ પર ભારતે લીધું છે સ્ટેન્ડ
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઐતિહાસિક સુનાવણી દરમિયાન કલાઈમેટ કટોકટી સર્જવા માટે વિકસિત દેશોની ટીકા કરતા કહ્યું કે તેઓએ વૈશ્વિક કાર્બન બજેટનો યોગ્ય રીતે ઉપયોગ કર્યેા છે. અને કલાયમેટ ફાઇનાન્સ સંબંધિત તેના વચનો પૂરા કર્યા નથી. ભારતે કહ્યું કે હવે તેઓ માંગ કરી રહ્યા છે કે વિકાસશીલ દેશો તેમના સંસાધનોનો ઉપયોગ બધં કરે.ભારતે કહ્યું, જો આબોહવા નુકસાનમાં યોગદાન આપવું સરળ છે, તો જવાબદારી પણ સરળ હોવી જોઈએ. ભારતે કહ્યું કે જળવાયુ પરિવર્તનમાં સૌથી ઓછું યોગદાન આપવા છતાં વિકાસશીલ દેશો તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech