પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. તીરંદાજીમાં બંને ભારતીય ટીમોએ સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. એક ટીમનો મેડલ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની શરૂઆત તીરંદાજીના ક્વોલિફાયર રાઉન્ડથી કરી હતી. આ દરમિયાન બંને ભારતીય ટીમો ટોપ-4માં રહીને સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. મેન્સ ટીમે ટોપ-3માં સ્થાન મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેની પાસેથી મેડલની અપેક્ષા ઘણી વધી ગઈ છે. પુરુષોની તીરંદાજી ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ થોડો સરળ બની ગયો છે.
ક્વોલિફાયર રાઉન્ડમાં ધીરજ બોમ્માદેવરાના જોરદાર પ્રદર્શનને કારણે પુરુષોની તીરંદાજી ટીમે 2013 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે ટોપ-8માં ભારતીય ટીમનો મુકાબલો તુર્કી અને કોલંબિયાના વિજેતા સાથે થશે. માટે પુરુષ તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે.
જો ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ત્રિપુટી સેમિફાઈનલમાં પહોંચશે તો તેનો સામનો ઈટાલી, કઝાકિસ્તાન અથવા ફ્રાન્સ સામે થશે. ત્યારે ભારતીય પુરુષ તીરંદાજી ટીમની ટોપ-2માં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. દક્ષિણ કોરિયાની ટીમ આ રમતમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ આ વખતે ભારતીય ટીમ ફાઈનલ પહેલા દક્ષિણ કોરિયાની ટીમ સામે ટકરાશે નહીં. જેના કારણે ભારતીય પુરૂષ તીરંદાજી ટીમ રમતની શરૂઆતમાં જ આપણા દેશ માટે મેડલ જીતી શકે છે.
જો કે આ વર્ષે એપ્રિલમાં જ ભારતીય પુરુષ તીરંદાજી ટીમે કોરિયન ટીમને હરાવીને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ખેલાડીઓએ શાનદાર રમત રમી અને એક પણ સેટ ગુમાવ્યા વગર જીતી લીધી.
બીજી તરફ મહિલા તીરંદાજી ટીમે પણ ચોથું સ્થાન મેળવીને ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. યુવા અંકિતા ભકતના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે 1983 પોઈન્ટ બનાવ્યા. આ વખતે ભારત પાંચેય ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં મહિલા ટીમ, પુરૂષોની ટીમ, મહિલા સિંગલ્સ, મેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech