બિગ બોસ 16માં 5 પૈકી એક ફાઇનાલિસ્ટ અર્ચના કદાચ પૈસાને વધુ પ્રાધાન્ય આપશે

  • February 09, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  •  ગ્રાન્ડ ફિનાલે સલમાન ખાન હોસ્ટ કરવાનો હોવાથી દર્શકોમાં વધી ઉત્તેજના
  • બિગ બોસ 16માં શિવ અને પ્રિયંકા જીતવા માટેના સૌથી મોટા છે દાવેદાર


સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ16 પૂર્ણ થવાનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું. હવે આ સિઝન ફિનાલે વીક સુધી પહોંચી ગઈ છે. નિમૃત કૌર આહ્લુવાલિયાના એલિમિનેશન પછી હવે ટોપ 5 કન્ટેસ્ટન્ટ્સ બાકી રહી ગયા છે. શિવ ઠાકરે, અર્ચના ગૌતમ, પ્રિયંકા ચહર ચૌધરી, એમસી સ્ટેન અને શાલિન ભનોટ. હવે બિગ બોસના ફેન્સ ફિનાલેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિનાલે એપિસોડમાં વોટિંગના આધારે 3 કન્ટેસ્ટન્ટ આઉટ થઈ જશે અને ટોપ 2માંથી કોઈ એકને ટ્રોફી મળશે. વધુ ઉત્તજના એટલા માટે પણ છે કે ફિનાલે સલમાન ખાન હોસ્ટ કરવાનો છે.

શોના ટોપ 5 ફાઇનાલિસ્ટ શિવ, સ્ટેન, અર્ચના, પ્રિયંકા અને શિલાનને લઇ બિગ બોસના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ સોશિયલ મીડિયા પર અત્યારથી જ અર્ચનાના નામની અટકળો લગાવી રહ્યા છે. તેથી બની શકે કે અર્ચના પૈસાની સૂટકેસ લઈને શૉમાંથી બહાર પણ થઈ જાય.

બિગ બોસની અત્યાર સુધીની સિઝનોમાં એવુ જોવા મળ્યું છે કે ફિનાલે એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સને એક સૂટકેસની ઓફર આપવામાં આવે છે. સૂટકેસ સ્વીકારીને તે કન્ટેસન્ટન્ટ શૉ છોડીને જઈ શકે છે. ટૂંકમાં, કન્ટેસ્ટન્ટ પૈસા સ્વીકારીને ટ્રોફીની રેસમાંથી બહાર થઈ જશે. અહીં પણ તે કન્ટેસ્ટન્ટને તક મળે છે જે સૌથી પહેલા બઝર દબાવે છે. હવે આ સિઝનમાં જો આ ઓફર આપવામાં આવશે તો કોણ આ મોટો નિર્ણય લેશે તેની અટકળો અત્યારથી ચાલી રહી છે.

સોશિયલ મીડિયા પર જેના નામની સૌથી વધારે અટકળો ચાલી રહી છે તે છે અર્ચના ગૌતમ. સૌથી વધારે નામ અર્ચનાનું જ લેવાઈ રહ્યું છે. વિનર બનવાની રેસમાં પ્રિયંકા ચહર ચૌધરી અને શિવ ઠાકરેનું નામ સૌથી આગળ છે. એમસી સ્ટેનની વાત કરીએ તો, તેની તગડી ફેન ફોલોઇંગ છે. ફેન્સના વોટિંગના આધારે તે અહીં સુધી પહોંચી ગયો છે. તે હંમેશા ગેમ છોડવાની વાત કરતો હતો અને સૌથી ઓછું યોગદાન પણ આપતો હતો.

રહી વાત શાલિન ભનોટની તો, શાલિન ઘણી વાર કહી ચૂક્યો છે કે તેને પૈસાની કોઈ કમી નથી. માટે તે પૈસા માટે ગેમ છોડીને નહીં જાય. હવે રહે છે અર્ચના ગૌતમ. અર્ચના ભલે ફિનાલે સુધી પહોંચી ગઈ અને તેની પોપ્યુલારિટી પણ ઘણી વધારે છે, પરંતુ તે પોતે પણ જાણે છે કે તે શૉની વિનર નહીં બની શકે. માટે બની શકે કે તે વિચારે કે રનરઅપ બનીને કંઈ ના મળે તેના કરતા સૂટકેસ લઈને ક્વિટ કરવામાં ભલાઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા બે અઠવાડિયાથી કરણ જોહર અને ફરાહ ખાન શો હોસ્ટ કરી રહ્યા હતા. પરંતુ ફિનાલે એપિસોડ સલમાન ખાન હોસ્ટ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application