પોલીસકર્મીઓ દ્વારા દારૂની હેરાફેરી મામલે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા એકશન મોડમાં..મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ

  • March 08, 2023 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 

મેઘરજમાં પોલીસકર્મીઓ દ્વારા દારૂની હેરાફેરી મામલે જિલ્લા પોલીસ વડાએ આકારા પગલાં લીધા છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી હેડ ક્વાર્ટરને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, દારૂ ભરેલી કારનો બાઇક સાથે અકસ્માત થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના  હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી, જતીન રાકેશભાઈ, વિજય ગોબરભાઈને સસ્પેન્ડ કર્યા છે. મેઘરજના માલપુર રોડ પર કાર ચાલકે બાઇક લઈને જતા ચાલકને અડફેટે લીધો હતો. આ કાર બાઇકને ટક્કર મારી પંચાલ રોડ પર એક દુકાન આગળ ઊભી રહી હતી. જ્યાં આ કારમાંથી દારૂની પેટીઓ બીજી કારમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 

અકસ્માત કરનાર કારમાંથી દારૂની પેટીઓ ટ્રાન્સફર કરતા સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી સહિત બે કર્મીઓ કેદ થયા હતા. તો ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

અરવલ્લીના મેઘરજમાં પોલીસ દારૂની હેરાફેરીના કરતા હોવાનું ખુલ્યું હતું. પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી દારૂની હેરાફરી કરતાના CCTV સામે આવ્યા હતા. અકસ્માત બાદ દારૂ અન્ય કારમાં ભરી પોલીસકર્મી ફરાર થયો હતો. દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાની પણ વિગત સામે આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application