એપ્રિલના અંતમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ: પેપરોની ચકાસણી પૂરી

  • April 10, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પ્રશ્નપત્ર ની ચકાસણી કામગીરી આજે સમગ્ર રાયભરમાં પૂર્ણ થતા હવે પરિણામ તૈયાર કરવા માટે શિક્ષકો લાગી ગયા છે. એપ્રિલ મહિનાના અંતમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવું આજે શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે ચૂંટણીના લીધે એક મહિનો પરિણામ વહેલું આવશે.

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સમગ્ર રાયમાંથી ૧૫.૩૮ લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં ધોરણ ૧૦ માંથી ૯.૧૭ લાખ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૧.૩૨ લાખ અને સામાન્ય પ્રવાહ માટે ૪.૮૯ લાખ વિધાર્થીઓ નોંધાયા હતા. લોકસભાની ચૂંટણીના લીધે અગાઉથી જ પરિણામ વહેલું જાહેર થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જે અનુલક્ષીને આજે શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી એવી વાત આવી છે કે ૨૫ થી ૩૦ એપ્રિલની વચ્ચે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

લોકસભાની ચૂંટણી પહેલા જ બોર્ડના વિધાર્થીઓને તેમનું પરિણામ મળી જશે. આ વખતે ઇલેકશન હોવાના લીધે યારથી પરીક્ષા શ થઈ તે જ દિવસથી પરીક્ષાના પેપરોની મૂલ્યાંકન કામગીરી શ કરી દેવામાં આવી હતી. જે શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી આપી હતી તેમણે જે દિવસે જે વિષયના પેપરો પૂરા થયા તે દિવસથી જ પેપર ચકાસણી શ કરી દીધી હતી.
દર વર્ષે સામાન્ય રીતે મે મહિનાના અંતમાં અથવા જૂનના પ્રથમ સાહમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થતું હોય છે પરંતુ આ વખતે એક મહિનો બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે જેથી કરીને વિધાર્થીઓને પણ આગળ એડમિશન ની પ્રક્રિયા સરળ થઈ શકે .બોર્ડના પરિણામની સાથે એન્જિનિયરિંગ માટે લેવાતી ગુજકેટ અને જેઈઇ નું પરિણામ જાહેર થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application