BREAKING NEWS

જૂનાગઢ ટીંબાવાડીમાં Pgvcl ના નવા સબ ડિવિઝનને મંજૂરી મળી

  • June 27, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલના ચાર સબ ડિવિઝન કાર્યરત છે. વડી કચેરી દ્રારા ટીંબાવાડીમાં વધુ એક સબ ડિવિઝન બનાવવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી આ વિસ્તાર સેટેલાઈટ ડિવિઝનમાં સમાવેશ થતો પરંતુ હવે નવા સબ ડિવિઝનને મંજૂરી મળતા પીજીવીસીએલ દ્રારા ૪૭.૧૯ કિલોમીટર વિસ્તારમાં ૩૭૪ ટ્રાન્સફોર્મર દ્રારા વીજ લાઈન જોડાણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. નવા ડિવિઝનમાં સેટેલાઈટમાંથી ૨૩,૫૫૧ વીજ ગ્રાહકોનુ વિભાજન કરવામાં આવશે.
જૂનાગઢમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે હાલ જીઆઇડીસી, ગાંધીગ્રામ, સેટેલાઈટ અને સેન્ટ્રલ ચાર સબ ડિવિઝન કાર્યરત છે. સેટેલાઈટ ડિવિઝનમાં સૌથી વધુ ૪૭૧૮૧ ગ્રાહકો છે. વીજ પુરવઠો જળવાઈ રહે અને ફોલ્ટ પણ ત્વરિત નિવારી શકાય તે માટે પીજીવીસીએલ વડી કચેરી દ્રારા જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં વધુ એક નવા સબ ડિવિઝન કાર્યરત કરવા મંજૂરી આપી છે. સેટેલાઈટ ડિવિઝનમાંથી ટીંબાવાડી સબ ડિવિઝનમાં ગ્રાહકોનુ વિભાજન કરવામાં આવશે. જેથી ટીંબાવાડી સબ ડિવિઝનમાં ચોબારી ફાટકથી મધુરમ ગેટ, મધુરમ ગેટથી મામાદેવના મંદિર સુધીના ૨૩,૫૫૧ ગ્રાહકોને નવા પાંચમા સબ ડિવિઝનમાં સમાવેશ કરાશે. પીજીવીસીએલ દ્રારા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
પીજીવીસીએલ અધીક્ષક ઇજનેર રાઠોડના જણાવ્યા મુજબ ૪૭.૧૯ કિલોમીટર વિસ્તાર ધરાવતા પાંચમા ટીંબાવાડી સબ ડિવિઝનમાં ૩૭૪ ટ્રાન્સફોર્મર રહેશે અને તેમાં ૧૦૧.૨૭ એચટી લાઈન દ્રારા ૨૩,૫૫૧ વીજ ગ્રાહકોનો સમાવેશ થશે. નવી લાઈનમાં વીજફોલ્ટ નિવારવા અંડર ગ્રાઉન્ડ કનેકશન જોડાણની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી તથા જુનિયર એન્જિનિયર સહિત ૪૦ કર્મચારીઓનુ મહેકમ નિયત કરવામાં આવ્યું છે. સેટેલાઈટમાંથી ટીંબાવાડી સબ ડિવિઝન રૂપાંતરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સૌથી વધુ ગ્રાહકોના જોડાણ હોવાથી અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા રહેતી હતી. નવું સબ ડીવિઝન કાર્યરત થયા બાદ ગ્રાહકોની ફરિયાદ અને વીજ ફોલ્ટની સમસ્યા ઉકેલવામાં પણ સરળતા રહેશે. હાલ તત્રં દ્રારા નવા સબ ડિવિઝન બિલ્ડીંગના બાંધકામની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સંભવત આગામી વર્ષથી જૂનાગઢનુ પાંચમું સબ ડિવિઝન કાર્યરત થવાની સંભાવના સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application