ગૃહવિભાગે રાજ્યના ૨૩૪ જેટલા પી.એસ.આઇ.ને પી.આઇ.નું પ્રમોશન આપ્યુ છે જેમાં પોરબંદરમાં પણ બે મહિલા સહિત ત્રણ પી.આઇ.ની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
રાજ્યના ડી.જી. અને આઇ.જી. ઓફ પોલીસ વિકાસ સહાયે રાજ્યભરના ૨૩૪ જેટલા બિનહથીયારી પોલીસ સબ ઇન્સપેકટરને બિનહથિયારી પોલીસ ઇન્સપેકટર તરીકે પ્રમોશન આપ્યુ છે જેમાં પોરબંદરમાં પણ ત્રણ ઇન્સપેકટરોની નિમણૂંક થઇ છે. પોરબંદરમાં લાંબા સમયથી ઇન્સપેકટરોની જગ્યા ખાલી હતી તેથી હાલમાં જે ત્રણ નિમણૂંક કરવામાં આવી છે તેમાં સૂરતના યોગીતા ગોવિંદભાઇ માથુકિયા, અમદાવાદ ગ્રામ્યના મનીષાબેન દુદાભાઇ વાળા અને કચ્છ પૂર્વ ગાંધીધામના ધર્મદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલની પોરબંદર ખાતે ઇન્સ્પેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની નિમણૂંક ફાયદાકારક રહેશે તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખૂની હુમલાના કેસમાં આજીવન કેદના હુકમ સામેની અપીલમાં ભરત કુગશિયાના જામીન મંજૂર
May 13, 2025 02:46 PMપતિને અન્ય મહિલા સાથે વાત નહીં કરવાનું સમજાવતા છરી બતાવી મારી નાખવાની ધમકી
May 13, 2025 02:39 PMભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech