આ 5 લિપસ્ટિક શેડ્સ લગાવશો તો દેખાશો યંગ, આજે જ મેકઅપ કિટમાં કરો સમાવેશ

  • September 11, 2024 04:27 PM 

આ 5 લિપસ્ટિક શેડ્સ લગાવશો તો દેખાશો યંગ, આજે જ મેકઅપ કિટમાં કરો સમાવેશ


જો 25-30 વર્ષની ઉંમરે દેખાવને વધુ સુંદર બનાવવા માંગો છો, તો આ 5 લિપસ્ટિક શેડ્સ નો ઉપયોગ કરીને વધુ યુવાન દેખાઈ શકો છો. દરેક મહિલાએ તેની મેકઅપ કિટમાં આ લિપસ્ટિક શેડ્સ રાખવા જોઈએ. કારણકે આ શેડ્સ હોઠને માત્ર સુંદર જ નહીં બનાવે પરંતુ યુવાન પણ બનાવશે.


યોગ્ય લિપસ્ટિક હોઠને માત્ર સુંદર જ નહીં બનાવે પણ આખા ચહેરાને પણ સુંદર બનાવે છે. ત્યારે યોગ્ય લિપસ્ટિક શેડ્સ પસંદ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ જ કારણ છે કે ત્વચાના રંગ અને ઉંમર પ્રમાણે યોગ્ય શેડ પસંદ કરવો જોઈએ, જેનાથી લુક અનેક ગણો સારો બની શકે અને ઉંમર ઓછી દેખાય.


ન્યુડ શેડ્સ




ન્યુડ શેડ્સ દરેક પ્રસંગ માટે યોગ્ય છે. તે હોઠને નેચરલ લુક આપે છે અને ચહેરાને નિખારે છે. આ રંગ ઘણીવાર ઓફિસ, કોલેજ અથવા કેઝ્યુઅલ આઉટિંગમાં પહેરવામાં આવે છે. જો તમારી સ્કિન ટોન પ્રમાણે ન્યૂડ શેડ પસંદ કરો છો તો તમારી ઉંમર કરતા 5 વર્ષ નાના દેખાઈ શકો છો.


પીચ રંગ





તેમજ પીચ રંગની લિપસ્ટિક શેડ જે દરેક સ્કીન ટોન પર સુંદર લાગે છે. આ એક રોમેન્ટિક રંગ છે જે ચહેરાને તાજગી આપે છે અને વૃદ્ધ દેખાતા નથી.


કોપર બ્રાઉન




કોપર બ્રાઉન લિપસ્ટિક એ એક શેડ છે જે તમામ ઉંમરની મહિલાઓ પર સુંદર લાગે છે. આ રંગ ન તો ખૂબ ઘાટો છે અને ન તો ખૂબ આછો, જેના કારણે તેને ઘણા પ્રસંગોએ સરળતાથી લગાવી શકાય છે. આ શેડ તમારા લુકને ક્લાસી અને સ્ટાઇલિશ ટચ આપે છે.


રોઝ પિંક




આ લિપસ્ટિક શેડ લગભગ દરેક સ્કિન ટોન પર સારો લાગે છે. જો તમારી ઉંમર કરતા નાના દેખાવા માંગતા હોય તો આ લિપસ્ટિક શેડ મેકઅપ કિટમાં હોવો જ જોઈએ.


ડીપ રેડ



ડીપ રેડ લિપસ્ટિક પણ દરેક યુવતીની મેકઅપ બેગમાં હોવી જોઈએ. આ રંગ હોઠને માત્ર સુંદર જ નથી બનાવતો પરંતુ તમારા લુકને બોલ્ડ અને આકર્ષક બનાવીને ઉંમર પણ ઘટાડે છે.


આ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખો


  • નેચરલ લિપસ્ટિક શેડ્સ પસંદ કરો. બ્રાઇટ અને બોલ્ડ લિપસ્ટિક શેડ્સ ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાડી શકે છે. તેથી જ તેના બદલે ન્યુડ, ગુલાબી અથવા કોરલ જેવા નેચરલ શેડ્સ પસંદ કરો જે હોઠને હાઇડ્રેટેડ રાખશે અને જુવાન દેખાશે.


  • જો ઉંમર કરતાં મોટા દેખાવા નથી માંગતા  તો મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. કારણકે તે હોઠને શુષ્ક અને સપાટ બનાવી શકે છે. તેના બદલે ક્રીમી અથવા સાટિન ફિનિશવાળી લિપસ્ટિક પસંદ કરો જે હોઠને ચમકદાર બનાવશે અને યુવાન દેખાશો.


  • હોઠને નિયમિતપણે એક્સફોલિએટ કરો. એક્સ્ફોલિએટિંગ હોઠની મૃત ત્વચાને દૂર કરશે અને તેને નરમ અને ચમકદાર બનાવશે. જો ઇચ્છો તો  હોઠને સારા રાખવા માટે એક્સ્ફોલિયેટર ખરીદી પણ શકો છો અથવા ટૂથબ્રશની મદદથી તેને હળવા હાથે સ્ક્રબ કરી શકો છો.


  • હોઠને નિયમિતપણે મોઇશ્ચરાઇઝ કરવું પણ જરૂરી છે. જેથી કરીને તે સૂકાઇ ન જાય કે ફાટી ન જાય. આ માટે લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર લિપ બામ અથવા દેશી ઘી પણ લગાવી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application