કેશોદ ફટાકડા વેચાણની અરજીઓ પેન્ડિંગ છે, ત્યાં પદાધિકારીઓએ ધંધા શરૂ કરાવી દીધા

  • October 17, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેશોદ પથકમાં દિવાળીના તહેવારો પહેલાં સામાજિક સેવાકીય સંસ્થાઓના ઓઠા હેઠળ ધારાધોરણો અને નિયમોને નેવે મુકી લાખો કરોડો પિયાનો વેપાર સ્થાનિક તંત્રની મીલીભગતથી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અિકાંડ સર્જાયો હતો. જેમાં ૨૭ નિર્દેાષ લોકોના મૃત્યુ નીપયા હતા. હાઈકોર્ટ દ્રારા આકં વલણ અપનાવ્યું ત્યારે સ્થાનિક તત્રં અને માલિકો આયોજકો અને સતાધીશોની મીલીભગતથી ભ્રષ્ટ્રાચાર આચર્યેા હોવાનું તપાસમાં ખુલ્યું છે. કેશોદ પંથકમાં દિવાળીના તહેવારો નિમિત્તે ફટાકડાના વેચાણ સંગ્રહ માટે આપવામાં આવતાં હંગામી પરવાનાઓ માટે અસરકર્તા કચેરીઓ દ્રારા નિયમો નેવે મુકીને પેટ્રોલપંપ, શાળા–કોલેજો, હોસ્પિટલ આસપાસના રહેણાંક વિસ્તારમાં ખુલ્લ ી જગ્યાને બદલે બાંધકામ કરેલી જગ્યાએ પરવાનગીઓ આપવામાં સહમતિ દર્શાવવામાં આવે છે.
કેશોદના સ્થાનિક તંત્રના અભિપ્રાય સાથે જુનાગઢ જીલ્લ ા કલેકટર સમક્ષ જગ્યાની મંજૂરી માટે મોકલી આપવામાં આવતાં હંગામી પરવાનાઓ મળી ગયાનું અર્થઘટન કરી ગેરકાયદેસર વગર પરવાનગીએ રાજકીય આગેવાનો પદાધિકારીઓના હસ્તે ઉધ્ઘાટન કરી સ્થાનિક તંત્રની મીઠી નજર તળે ફટાકડાનું વેચાણ શ કરવામાં આવે છે. કેશોદમાં જે બાંધકામ વાળી જગ્યાઓમાં હંગામી ધોરણે પરવાનગી આપવામાં આવે છે એ સ્થળોએ ફાયર એનઓસી કે બીયુ પ્રમાણપત્ર મેળવ્યું છે કે કેમ એ બાબતની ખરાઈ ચોકસાઈ કરવાને બદલે સોગંદનામું મેળવી જવાબદારીમાંથી છટકી લોકોના જીવ જોખમમાં ધકેલાય છે.કેશોદ પંથકમાં દિવાળીના તહેવારો નિમિત્તે આપવામાં આવતાં હંગામી ફટાકડાનું વેચાણ કરવા સંગ્રહ કરવા માટે આપવામાં આવતાં હંગામી પરવાનાઓ અંગે ધારાધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કરાવવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડા દ્રારા ગતવર્ષે લેખિતમાં ફરિયાદ કરી હતી આમછતાં નિર્ભર તત્રં દ્રારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકવા હવાતિયાં માર્યા હતાં. કેશોદ શહેરમાં જોખમી રીતે શાળા કોલેજ હોસ્પિટલ પેટ્રોલ પપં આસપાસ રહેણાંક વિસ્તારોમાં ખુલ્લ ી જગ્યાને બદલે બાંધકામ વાળી જગ્યાઓની અંદર હંગામી પરવાનાઓ આપવામાં આવશે ત્યારે આકસ્મિક ઘટના બનવાની પુરેપુરો સંભાવનાઓ વર્તાઈ રહી છે. ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અિકાંડ સર્જાયો હતો. જેમાં ૨૭ નિર્દેાષ લોકોના મૃત્યુ નીપયા હતાં ભોગ બનનાર ના પરિવારજનો હજુ શોકમાં થી બહાર આવ્યાં નથી ત્યારે કેશોદ પંથકમાં દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડાનું વેચાણ કરવા સંગ્રહ કરવા ધારાધોરણોની અમલવારી કરવામાં આવશે નહિ અને રાજકોટ જેવી ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે..?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application