ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ ૧૫ ડિસે. સુધી અરજી કરવી

  • December 13, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડીયા દરમિયાન જૂનાગઢમાં ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર - જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. બંને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બંને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા બે કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧:૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા ખાતે મળશે. ફેસબુક આઇડી dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યા મુજબની પુરી વિગતો સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્લોક નં. ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ જૂનાગઢ ખાતે તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં. (૦૨૮૫-૨૬૩૦૪૯૦) પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application