જુની પેન્શનની અમલવારી માટે કલેકટરને આવેદન

  • February 23, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે

નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: બહાલ કરવાની માંગ સાથે જામનગરના જિલ્લા કલેકટર ને  આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કિમ નાં જામનગર નાં  ક્ધવીનર યુવરાજસિંહ રાણા વગેરે એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં રજુઆત કરી છે કે, તા. ૧-૧-ર૦૦૪ થી જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી આ પછી નિમણૂક પામેલ કર્મચારીને નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી.  નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગાર ની ૧૦ ટકા રકમ માં સરકાર દ્વારા ૧૦ ટકા રકમ જમાં થાય છે. જે રકમ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર માં રોકવામાં આવે છે. જેથી નિવૃત્તિ સમયે મળનારી રકમ ચોક્કસ હોતી નથી.
અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, સિક્કીમમાં જુની પેન્શન યોજના ચાલુ છે. આથી જુની પેન્શન યોજનાનો અમલ જરૃરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News