હિન્દુ સેનાના એક કાર્યકર દ્વારા સાયબર ક્રાઇમમાં કરાઇ અરજી

  • May 23, 2024 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ ધાર્મિક સંસ્થાને નિશાન બનાવતા તત્વોથી સાવધાન રહેવા માંગ

જામનગર શહેરમાં હિન્દુ સેનાના કાર્યકર અને ચેનલના પ્રતિનિધિ કિશન નંદાને ઓનલાઇન પ્રિયા સોની નામના આઇડીથી ધાર્મિક સંસ્થાનું નામ વટાવીને ધમકી મળી છે, જેનો હેતુ હિન્દુત્વનું કામ કરનારને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આ અંગે સાયબર ક્રાઇમમાં પણ અરજી કરવામાં આવી છે અને ત્યારબાદ એફઆઇઆર કરવામાં આવશે તેમ હિન્દુ સેનાની યાદીમાં જણાવાયું છે.

હિન્દુ સેના દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સાચી-ખોટી આઇડી દ્વારા ધાર્મિક સંસ્થાના નામનો ઉપયોગ કરી આવી સંસ્થાને બદનામ કરવાનો કારસો કેટલાક લુખ્ખા તત્વો ચલાવી રહ્યા છે, આમ હિન્દુવાદી ધાર્મિક સંસ્થાને નિશાન બનાવવા કોઇ મોટી ચાલ રમી રહ્યું છે, આવા તત્વોને સબક શીખડાવવો જરી છે, આ અંગે સાયબર ક્રાઇમમાં પણ અરજી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application