અગ્નિકાંડના મુખ્ય આરોપી સાગઠિયા, મકવાણા, ચૌધરીની કેસમાંથી ડિસ્ચાર્જ થવાની અરજી

  • December 19, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ સાગઠિયા, એટીપી મકવાણા અને ચૌધરીએ કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાંથી બીનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી છે, ત્યારે કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને ૨૬મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કરી ૩જી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવાની ટકોર કરી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તત્રં દ્રારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકાઅધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહત્પલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ટી.આર.પી. અીકાંડ કેસની આજરોજ ૧૫ આરોપીઓની સેશન્સ અદાલતમા કેસ કમીટ થયા બાદની આજની મુદતે ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીએ કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામાં આવતા ત્રણેય આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનું તહોમત પડકારી કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડીસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશિશ કરે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી, જે ધ્યાને લઇ કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને ૨૬ મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કરી ૩જી માર્ચના રોજ સુનાવણી હાથ ધરવાની ટકોર કરી છે. આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application