ભાવનગરમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવક સાથે રૂા.૫૨ લાખની છેતરપિંડી કરવાના કેસમાં સંડોવાયેલા વધુ આરોપીને પોલીસે ઝડપી લઈ બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી સાઈબર ક્રાઈમ પોલીસે બન્ને શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી.
ચેતનભાઈ વિનોદભાઈ જોષીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંદાવી હતી કે, ભેજાબાજ ગઠીયાઓએ શેરબજાર ટ્રેડિંગના નામે વિશ્વાસમાં લઈ ફ્રોડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂા.૫૩, ૨૦, ૦૦૦ મેળવી લઇ ફરિયાદીને એકવાર રૂા.૮૩, ૦૦૦ નુંવિડ્રો આપી ફરીયાદી સાથે કુલ રૂા.૫૨, ૩૭, ૦૦૦ની છેતરપિંડી આચરી હતી.
આ બનાવમા પોલીસે સુરતમાં રહેતા ઘનશ્યામ નામના શખ્સના એકાઉન્ટમાં રૂા.૫૦, ૦૦૦ જમા થયા હોય તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી ઘનશ્યામભાઈ જેરામભાઈ કવાડ (રહે.સુરત)ના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ શખ્સની પૂછપરછ દરમિયાન બનાવમાં ઘનશ્યામના બનેવી અવિનાશ મુકેશ હડીયા અને અવિનાશના કૌયુંબીક ભાઈ સંજય હડીયા (બન્ને રહે.સુરત)ની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે સુરત ખાતેથી આ બન્ને શખ્સને ઝડપી લીધા હતા. બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ બન્ને આરોપીના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMશ્વેતા તિવારીએ મારા પર હાથ ઉપાડ્યો હતો
November 23, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech