ભાણવડ તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ: અરજદારો હેરાન-પરેશાન

  • November 25, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ ખાતે તાલુકા સેવા સદનમાં ચાલતી આધાર કાર્ડ અને સાત બાર સહિતનાં દાખલાની કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ પડી જતાં લોકો રઝળપાટ કરી રહ્યાં છે. આ બાબતે આમ આદમી પાર્ટી ભાણવડનાં પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજાએ મામલતદારને રુબરુ રજુઆત કરી કામગીરીને ફરી શરુ કરવા માંગણી કરી છે.
હાલમાં લોકો માટે આધારકાર્ડ ફરજીયાત બની ગયું છે, વિવિધ ડોકયુમેન્ટમાં તેની ખાસ જરુર પડે છે. આ માટે ભાણવડ તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ માટે સુવિધા કેન્દ્ર પણ કાર્યરત હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સુવિધા કેન્દ્ર કોઇપણ કારણોસર બંધ થઇ જતાં લોકો આધારકાર્ડ માટે રઝળપાટ કરી રહ્યાં છે. અને આધારકાર્ડ વગર લોકોનાં કામો અટકી પડયાં છે.
ઉપરાંત સાતબાર સહિતનાં દાખલા મેળવવા માટેની કામગીરી પણ બંધ હાલતમાં રહી છે. કિસાનોને આવા દાખલાઓ મેળવવાની ખાસ જરુર રહેતી હોય છે. પરંતુ આ સુવિધા પણ બંધ હાલતમાં હોવાથી કિસાનોમાં રોષ જોવાઇ રહ્યો છે. અત્રે સૌથી નોંધનીય બાબત એછે કે સરકારી તંત્ર લોકોને સુવિધા મળે એ માટે વિવિધ કેન્દ્ર શરુ કરે છે. પરંતુ આ સુવિધા કેન્દ્ર માટે જરુરી કાળજી લેવાતી નથી. પરિણામે લોકોની યાતનાનો અંત આવતો નથી.
જો કે આ માટે આમ આદમી પાર્ટીના હોદેદારોએ મામલતદારને રજુઆત કરી છે. અને મામલતદારે પણ કામગીરી ઝડપી શરુ થાય એ માટે ખાત્રી ઉચ્ચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application