હવે એપલની નવી આઈફોન૧૬ સિરીઝ માટે લોકોની આતુરતાનો અતં આવવાનો છે. આ સીરિઝ આજે લોન્ચ થશે. એપલએ આ ઇવેન્ટને ઇટસ ગ્લો ટાઈમ નામ આપ્યું છે. ટેક જાયન્ટ એપલની આઈફોન ૧૬ સિરીઝમાં ચાર મોડલ લોન્ચ કરશે: આઈફોન ૧૬, આઈફોન ૧૬ પ્લસ, આઈફોન ૧૬ પ્રોઅને આઈફોન ૧૬ પ્રો મેકસ. આ સિવાય એરપોર્ડ૪ અને વોચ સીરીઝ ૧૦ પણ લોન્ચ થવાની આશા છે.
આઈફોન ૧૬ સિરીઝની લોન્ચ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦:૩૦ વાગ્યે એપલ પાર્ક, કયુપરટિનો, યુએસના સ્ટીવ જોબ્સ થિયેટરમાં શ થશે. ભારતમાં, આ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ, એપલ ટીવીઅને યુટુબ પર લાઇવસ્ટ્રીમ જોઈ શકાય છે. એપલ પહેલાથી જ તેની યુટુબ ચેનલ પર ઇવેન્ટ પ્લેસહોલ્ડર શેર કરી ચૂકયું છે.
એપલ આ ઇવેન્ટમાં આઈફોન ૧૬, આઈફોન ૧૬ પ્લસ, આઈફોન ૧૬ પ્રો અને આઈફોન ૧૬ પ્રો મેકસ લોન્ચ કરશે. આઈફોન ૧૬ સિરીઝના ટોપ મોડલની કિંમત અંદાજે ૨ લાખ પિયા છે. આઈફોન ૧૬ ની કિંમત વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રા થઈ નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે અગાઉના મોડલ્સ કરતા થોડો મોંઘો હોઈ શકે છે. આ હોવા છતાં, આઇફોન વપરાશકર્તાઓ માટે આ એક મહત્વપૂર્ણ અપડેટ છે અને તેઓ તેના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલ તેના આઈફોનમાં લેટેસ્ટ સોટવેર અપડેટસ આપવા કરવા માટે જાણીતું છે. આઈફોન ૧૬માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અને વધુ સારી સોટવેર સુવિધાઓ પણ હોઈ શકે છે, જે વપરાશકર્તાઓને વધુ સરળ અને સાહજિક અનુભવ આપશે. આ સિવાય આઈફોન ૧૬માં સિકયોરિટી ફીચર્સ પણ હોઈ શકે છે, જેથી યુઝર્સના ડેટાને સુરક્ષિત કરી શકાય.
આઈફોન ૧૬ની ડિઝાઇનમાં પણ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. એપલ તેના યુઝર્સને પ્રીમિયમ અને નવીનતમ ડિઝાઇન અનુભવ આપવા માટે દર વખતે નવી ડિઝાઇન લાવે છે. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઈફોન ૧૬માં મોટી અને સારી ડિસ્પ્લે હશે, જેમાં યુઝર્સને શાનદાર વિયુઅલ્સ મળશે. આ સાથે, આ ફોનમાં પાતળા બેઝલ્સ અને ઉચ્ચ સ્ક્રીન–ટુ–બોડી રેશિયો હોઈ શકે છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech