એપલે ગતરોજ ભારતમાં કેટલાક આઇફોન યુઝર્સને જાણ કરી હતી કે તેમનું ડિવાઇસ પેગાસસ જેવા રેન્ટેડ સ્પાયવેર અટેકનું સંભવિત લક્ષ્ય હતું, જે તેમના ડિવાઇસ પર રિમોટ કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ડેવલપમેન્ટથી વાકેફ લોકોના મતે, આ બીજી સૂચના છે જે કંપ્નીએ ભારત અને વિશ્વના અન્ય 98 દેશોના યુઝર્સને મોકલી છે.
2021 થી, એપલએ 150 થી વધુ દેશોમાં યુઝર્સને આ સૂચનાઓ મોકલી છે. એપલે થ્રેટ નોટિફિકેશન મેઇલમાં જણાવ્યું હતું કે, પેગાસસનો ઉપયોગ કરીને એનએસઑ ગ્રૂપ્ના રેન્ટેડ સ્પાયવેર અટેકને રેર છે અને નિયમિત સાયબર ક્રિમિનલ એક્ટિવિટી અથવા કસ્ટમર માલવેર કરતાં વધુ સઓફેસ્ટીકેટેડ છે. તેની તાજેતરની થ્રેટ નોટિફિકેશનમાં, એપલે ટાર્ગેટેડ આઇફોન યુઝર્સને પણ જાણ કરી હતી કે તેમના ડિવાઇસ પર માઉન્ટ થયેલ હુમલાઓ લાખો ડોલરનો ખર્ચે થયેલા છે.
એપલ અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ પબ્લિકેશનના સમયે નોટિફિકેશનના લેટેસ્ટ રાઉન્ડ પર ટિપ્પણી કરવા માંગતા મેઈલનો જવાબ આપ્યો ન હતો. આ વર્ષે એપ્રિલમાં, ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમએ એપલની આઇફોન અને આઇપેડ માટે ઑપરેટિંગ સિસ્ટમમાં ખાસ કરીને સફારી વેબ બ્રાઉઝર જેવી ફ્લેગશિપ ઑફરિંગમાં ઘણી નબળાઈઓને માર્ક કરી હતી.
સરકારની નોડલ સાયબર સિક્યુરિટી એજન્સીએ ત્યારે કહ્યું હતું કે વર્ઝન 17.4.1 પહેલાના વર્ઝનના સફારી વેબ બ્રાઉઝર અને આઇપોડસ વર્ઝનમાં ખામીઓ અટેકર્સને ટાર્ગેટેડ ડિવાઇસ પર આર્બિટરી કોડ એક્ઝિક્યુટ કરવાની મંજૂરી આપી શકે છે. ઑક્ટોબર 2023 માં, એપલએ ભારત સહિત ઘણા દેશોમાં યુઝર્સને તેમના ડિવાઇસ પર અટેકની ચેતવણી આપીને સમાન સૂચના મોકલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech