અંધાશ્રમ પાસેના આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા ફલેટધારકોને અપીલ

  • May 19, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીએમસી ભાવેશ જાનીએ રીપેરીંગ કરવા તાકીદ કરી: અકસ્માત થશે તો કોર્પોરેશન કોઇ જવાબદારી રહેશે નહીં તેમ આપી ચેતવણી

જામનગર ખંભાલીયા હાઈવે પર અધાશ્રમની સામે આવેલ ટી.પી. સ્કીમ નં. ર ના એફ.પી. નં.૫૫ તથા ૯૫ વાળી જમીન પર એસઈડબલ્યુએસ, યોજના હેઠળ ૧૪૦૪ આવાસ યોજનાના રહેવાસીઓને આથી સુચના આપવામાં આવે છે કે સદરહુ યોજનામાં કુલ ૧૧૭ બ્લોક આવેલ છે અને દરેક બ્લોકમાં ૧૨ ફ્લેટ મળીને કુલ ૧૪૦૪ આવાસો આવેલા છે, તે પૈકી જે કોઈ આવાસો/બ્લોકસ જો ભયજનક સ્થિતિમાં જણાય તો તકેદારીના ભાગ રૂપે લગત આવાસોનું મરામત તાત્કાલિક કરાવીને સલામત સ્થિતિએ લા લઇ જવા અથવા આવા આવાસોનો રહેણાંક તરીકે વપરાશ બંધ કરી ને અન્યત્ર વ્યવસ્થા કરવા સહિતના જરૂરી તમામ પગલા લેવાના રહેશે. તેવી ચેતવણી ડીએમસી ભાવેશ જાનીએ આવાસધારકોને આપી છે, એટલું જ નહીં કોઇપણ જાતનો અકસ્માત થશે તો એમાં કોર્પોરેશનની કોઇ જવાબદારી રહેશે નહીં તેમ જણાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૦ માં એલોર્ટમેન્ટ કરાર કરીને જે તે લાભાર્થીને કબજો સોપી આપવામાં આવેલ છે સદરહુ ભાડા કરારની જોગવાઈ મુજબ ૧૪૦૪ આવાસ યોજનાની મરામત તથા નિભાવણી જે તે ફ્લેટ ધારકોએ કરવાની રહે છે પરંતુ કોઈપણ રહેવાસીઓ દ્વારા કરારની શરતો મુજબ મળેલ મકાનની મરામત તથા જાળવણી કરાવવામાં આવતી ન હોય આથી જો કોઈ આવાસની મરામત અને નિભાવણી ના થવાને કારણે કે અન્ય કોઈ કારણે જો કોઈ આવાસનો બ્લોક કે ફ્લેટ ભયજનક સ્થિતિમાં લાગે તો સાવચેતીના પગલા લેવા તે જેતે ફ્લેટ ધારકો/વપરાશકર્તાઓએ સત્વરે રીપેરીંગ કરાવી લેવું અથવા આવા બ્લોકનો વપરાશ તાત્કાલિક અશથી બંધ કરવાનો રહેશે અન્યથા જો આકસ્મિક રીતે કોઈ અકસ્માત સર્જાશે તો આ અંગે જામનગર મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ, જેની આથી લગત ફ્લેટ ધારકો/વપરાશકર્તાઓએ નોંધ લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application