જામનગર જિલ્લાના હાથ વડે કામગીરી કરતા ૧૮ પ્રકારના ગ્રામ્ય અને શહેરી કારીગરોને મળશે યોજનાકીય લાભ: કલેક્ટર બી. એ.શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના લભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવું, કેમ્પ યોજવા તેમજ ધંધાર્થીઓને આ યોજના અંગે માહિતગાર કરવા અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં.
પોતાના હાથ અને સાધનોથી કામ કરતા કારીગરો અને કારીગરોને એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડવા માટે આ યોજના ૧૮ વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને આવરી લે છે, જેમ કે સુથાર (સુથાર/બધાઇ), બોટ ઉત્પાદક, શસ્ત્રાગાર, હેમર અને ટૂલ કિટ મેકર, લોકસ્મિથ, ગોલ્ડસ્મિથ (સોની), પોટર (કુંભાર), શિલ્પકાર (મૂર્તિકાર, સ્ટોન કાર્વર), સ્ટોન બ્રેકર, મોચી (ચાર્મકર)/શૂઝમીથ/ફૂટવેર કારીગર, મેસન (રાજમિસ્ટ્રી), બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોઈર વણકર, ઢીંગલી અને રમકડાની બનાવટ (પરંપરાગત),વાણંદ (બાર્બર), માળા બનાવનાર (માલાકાર), વોશરમેન (ધોબી), દરજી અને ફિશિંગ નેટ મેકર. આ યોજનામાં કારીગરો અને શિલ્પકારોને લાભો આપવામાં આવે છે. જેમાં રજીસ્ટ્રેશન બાદ રૂ. ૧૫૦૦૦/-ની ટુલકીટ, બે તબક્કામાં તાલીમ દરમિયાન દૈનિક રૂ. ૫૦૦/- સ્ટાઈપેન્ડ તથા ૫% વ્યાજ દરે રૂ. ૩ લાખની લોનનો સમાવેશ થાય છે.
યોજનાની પાત્રતા
૧૮ વર્ષની લધુતમ ઉંમર ધરાવતા કારીગર આ યોજનાનો લાભ લઈ શકશે. કુટુંબ દીઠ એક સભ્યને આ લાભ આપવામાં આવશે. અરજદારે છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી કે વ્યવસાયિક વિકાસ માટે લોન લીધેલ ન હોવી જોઈએ પરંતુ જેઓની લોન ભરપાઈ થઇ ગયેલ હોય તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યકતિ અને તેના પરીવારના સભ્યો આ સહાય માટે પાત્ર થશે નહિ. આ યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ, રાશનકાર્ડ, બેંક ખાતાની વિગતો, આધાર લિંક મોબાઇલ નંબર સાથે નજીકના સીએચસી સેન્ટર, ઈ-ગ્રામ સેન્ટર તથા www. pmvishwakarma.gov.in વેબસાઈટ પર અરજદારો જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech