BREAKING NEWS

'નારી શક્તિની માફી અને વિપક્ષ પર પ્રહાર': મહિલા અનામત બિલ પસાર ન થતા PM મોદીનું સંબોધન

  • April 18, 2026 11:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલા અનામત મુદ્દે દેશની જનતાને સંબોધિત કર્યા હતા. આ સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અત્યંત ભાવુક સ્વરે દેશની માતાઓ અને બહેનોની માફી માંગી હતી. 'નારી શક્તિ વંદન અધિનિયમ' સંસદમાં પસાર ન થઈ શકવા બદલ તેમણે ખેદ વ્યક્ત કર્યો અને આ માટે વિપક્ષી દળોના વલણને જવાબદાર ઠેરવ્યું હતું.


PM મોદીએ કોંગ્રેસ, DMK, TMC અને સપા (SP) જેવા પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, આ પક્ષોની સ્વાર્થી રાજનીતિએ દેશની મહિલાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, "બિલ પાસ કરવા માટે જરૂરી 66% મતો ભલે અમારી પાસે ન હોય, પરંતુ દેશની 100% નારી શક્તિના આશીર્વાદ અમારી સાથે છે. વિપક્ષે મહિલા અનામતનો વિરોધ કરીને પાપ કર્યું છે."


PM મોદીના સંબોધનની 10 મુખ્ય વાતો:


ક્ષમાયાચના: PMએ મહિલાઓના સપના પૂરા ન થઈ શકવા બદલ દેશની તમામ મહિલાઓની માફી માંગી.


સપનાઓને કચડ્યા: વિપક્ષે મહિલાઓની પ્રગતિને રોકવાનું અને તેમના સપનાઓને કચડવાનું કામ કર્યું છે.


સ્વાર્થી રાજનીતિ: કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો મહિલા સશક્તિકરણના વિરોધમાં પોતાની રાજનીતિનો જશ્ન મનાવી રહ્યા છે.


સંવિધાનનું અપમાન: બિલને હરાવીને વિપક્ષે ભારતીય સંવિધાન અને નારી શક્તિનું અપમાન કર્યું છે.


પરિવારવાદ પર પ્રહાર: પરિવારવાદી પાર્ટીઓ નથી ઈચ્છતી કે સામાન્ય મહિલાઓ આગળ વધે, કારણ કે તેનાથી તેમની સત્તા જોખમાઈ શકે છે.


ઉત્તર-દક્ષિણ વિભાજન: કોંગ્રેસ દેશમાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે ભાગલા પાડવાનું જૂઠ ફેલાવી રહી હોવાનો આરોપ મૂક્યો.


પરજીવી કોંગ્રેસ: PMએ કહ્યું કે કોંગ્રેસ હવે 'પરજીવી' બની ગઈ છે જે પ્રાદેશિક પક્ષોના આધારે જીવી રહી છે, છતાં તે પ્રાદેશિક પક્ષોને મજબૂત થવા દેવા માંગતી નથી.


ભ્રૂણ હત્યા સમાન કૃત્ય: દેશના દરેક રાજ્યને સમાન હક આપવાના આ પ્રમાણિક પ્રયાસની વિપક્ષે ગૃહમાં જ 'ભ્રૂણ હત્યા' કરી નાખી છે.


અજેય આત્મબળ: ભલે અત્યારે સફળતા ન મળી, પણ અમારો પ્રયાસ અટકશે નહીં. અમારું આત્મબળ અજેય છે.


​​​​​​​ભવિષ્યનો વિશ્વાસ: PMએ વિશ્વાસ અપાવ્યો કે મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણને ભવિષ્યમાં દૂર કરવામાં આવશે.

વડાપ્રધાને અંતમાં કહ્યું કે, એક મહિલા બધું જ ભૂલી શકે છે પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી, અને વિપક્ષને આનું પરિણામ ભોગવવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News