ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગેનો વિવાદ આખરે સમા થયો છે. આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ જાહેરાત કરી કે ભારત ૫૦ ઓવરની ટુર્નામેન્ટમાં તેની મેચો યજમાન દેશ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. આ જ સિસ્ટમ ૨૦૨૭ સુધી પાકિસ્તાન માટે લાગુ રહેશે અને તે ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળોએ રમશે. આ કરાર ૨૦૨૮માં પાકિસ્તાનમાં યોજાનાર મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપ પર પણ લાગુ થશે. જો કે હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ સંયુકત આરબ અમીરાત (યુએઈ)માં યોજાય તેવી શકયતા છે.
આવતા વર્ષે પાકિસ્તાન દ્રારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ જાહેરાત કરી છે કે હવે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. આમાં ભારત પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમશે. આ સાથે આઈસીસીએ એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શઆતમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની તમામ મેચો પાકિસ્તાનમાં નહીં રમે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ પણ પાકિસ્તાનમાં નહીં થાય.
ક્રિકેટ કાઉન્સિલે એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે ૨૦૨૪ અને ૨૦૨૭ વચ્ચે યોજાનારી કેટલીક મોટી આઈસીસી ટૂર્નામેન્ટ માટે કોને હોસ્ટિંગ અધિકારો આપવામાં આવશે. ૨૦૨૫માં મહિલા ક્રિકેટ વલ્ર્ડ કપ પણ યોજાવાનો છે, જેની યજમાની ભારતને આપવામાં આવી છે. યારે પુષ ટી૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૬માં રમાશે.આ ૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૬ની યજમાની ભારત અને શ્રીલંકાને સંયુકત રીતે આપવામાં આવી છે. આનું કારણ એ છે કે પાકિસ્તાને ભારતમાં આઈસીસી ટૂર્નામેન્ટ કે અન્ય કોઈ મેચ રમવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ ટી–૨૦ વલ્ર્ડ કપમાં પોતાની મેચ શ્રીલંકામાં રમશે.
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે. પરંતુ ભારતીય ટીમ તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે. આ ૫૦ ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી–માર્ચ વચ્ચે એટલે કે ૨૦૨૫માં રમાશે. હાઇબ્રિડ મોડલ ૨૦૨૪ અને ૨૦૨૭ વચ્ચે ભારત અને પાકિસ્તાન દ્રારા આયોજિત તમામ આઈસીઈ ટૂર્નામેન્ટમાં લાગુ થશે. પાકિસ્તાનની ટીમ મહિલા વલ્ર્ડ કપ ૨૦૨૫ અને મેન્સ ટી૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૬ માટે ભારતનો પ્રવાસ નહીં કરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech