અત્યારે સરકારી કચેરીઓમાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે, ફલાણા દિવસે કે સમયે જ સાહેબ મળી શકશે પરંતુ રાજકોટ રૂરલના નવનિયુકત એસપી હિમકરસિંહે પ્રજાના ખરા રાય સેવક તરીકે એવો હત્પંકાર વ્યકત કર્યેા છે કે, કોઈપણ દિવસે, કોઈપણ વ્યકિત મારી પાસે એપોઈન્ટમેન્ટ લીધા વિના મને સીધા મળી શકશે. રાજકોટ જિલ્લ ામાં કોઈપણ પ્રકારની ગુનાખોરી નહીં ચાલવા દઈએ. કયાંય કાંઈ દુષણ ચાલતું હોય તો સીધા સંપર્ક કરી શકાશે.
ચાર્જ સંભાળ્યા બાદ આજે મીડિયા સમક્ષ એસપી હિમકરસિંહે વિશેશમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લ ામાં કયાંય કાસ્ટ વાયોલન્સ, કોમ્યુનલ રાયોટીંગ કે, એન્ટી સોશ્યલ એકટીવીટી કે આવા કોઈ પ્રવૃતિ ચલાવાશે નહીં. લુખ્ખા તત્વો સામે પાસા, તડીપાર, સુધીના પગલા લેવાશે. જયારે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતી ગેંગની કમર તોડવા ગુજસીટોક હેઠળ કાર્યવાહી થશે. પહેલો પ્રયાસ તો ગુનાઓ ન બને તેવો પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ રહેશે અને જો ગુના બને તો તાત્કાલીક ફરિયાદો નોંધી ડિટેકશન પર ફોકસ રહેશે. જિલ્લ ામાં મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ રોકવા જાગૃતિ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત રહેશે.
નવનિયુકત એસપી દ્રારા જે રીેતે ગુનાખોરી ડામવા માટે અભિગમ અપનાવાયાનું જાહેર કરાયું છે તેના પરથી દારૂ, જુગાર, સટ્ટા કથીત બાયો ડીઝલ, કોઈન પર મશીનમાં જુગાર, ગોડાઉનમાં દારૂના જથ્થા ઉતારવા, રાતોરાત દારૂના કટીંગ થવા આવા પોઈન્ટ કે મંજુરીઓ પર રોક આવશે. એસપી તો ગુનાઓ ડામવા કે રોકવા હાલના તબકકે કડક દેખાઈ રહ્યા છે. ટીમો કેવી દોડશે તેના પર નિર્ભર રહેશે.
ડ્રોન ઉડાવી તેમજ હૃયુમન સોર્સીસથી ગાંજો, અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ
ગ્રામ્ય વિસ્તારો કે અંદરના ગામો સીમ કે જયાં પોલીસને જવલ્લ ેજ માહિતી મળે કે જઈ શકે ત્યાં ગાંજાના વાવેતરો કે આવી કોઈ ગેરપ્રવૃતિઓ થતી હોય તો હૃયુમન સોર્સ (બાતમીદારો) મારફતે આ ઉપરાંત ડ્રોન ઉડાવીને કયાંય આવા નશીલા પદાર્થેાના વાવેતરો છે કે કેમ ? અન્ય કોઈ અસામાજીક પ્રવૃતિઓ દારૂ, જુગાર કે કઈં ચાલે છે કે કેમ ? તેના પર નજર રાખીને આવી પ્રવૃતિઓ બધં કરવામાં આવશે.
પોલીસ વેલ્ફેર પર પણ વિશેષ ધ્યાન, એક ટીમ બનીને જિલ્લામાં કામ કરશું
પોલીસ વેલ્ફેર પર વિશેશ ધ્યાન અપાશે. પોલીસ કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી સુધીનાના કોઈપણ પ્રશ્નો રજુઆતો ફરિયાદ હશે તો નિરાકરણ કરાશે. પોલીસ પરિવાર છે અને તેનો ખ્યાલ રાખવો ફરજ છે. રાજકોટ જિલ્લ ામાં એક ટીમ બનીને આવી ભાવનાથી સાથે મળીને કાયદો વ્યવસ્થા જાળવણી અને રાજકોટ જિલ્લ ાને સુરક્ષીત રાખવાનું કામ કરશું તેવા શબ્દો સાથે એસપી હિમકરસિંહે વર્તમાન રૂરલ પોલીસ, એલસીબી ટીમ સહિતનાની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech