જામખંભાળીયાના રહીશ પ્રેમજીભાઇ ધનજીભાઇ નકુમે જામખંભાળીયા કલેકટર રુબરુ ખંભાળીયાના અશ્ર્વિનભાઇ બાબુભાઇ બારાઇ રહે. ભગવતી હોલ વિરુદ્ધ જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાર્યવાહી કરવા અરજી કરેલ જે અરજી તળે કલેકટર દેવભૂમિ દ્વારકાએ તપાસ કરાવડાવી અને અરજીની હકીકતોથી ગુનાહિત કૃત્યુ બનતું હોય આરોપી અશ્ર્વિન બાબુભાઇ બારાઇ વિરુદ્ધ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3 મુજબ જેની હકીકત, જામખંભાળીયા, જોધપુર ગેઇટ, રોકડીયા હનુમાનજીના મંદિર પાસે આવેલ મિલ્કત જેના સીટ નં. 3193, ક્ષે. 98-63 વાળી જમીન જેની બજારકિંમત આશરે ત્રીસ લાખ પિયા વાળી મિલકત ફરીયાદીના પિતાએ આરોપીના પિતાને માસિક ભાડાથી ભાડે આપેલ. આરોપીના પિતા ગુજરી જતા હાલ દુકાનનો કબજો અને વપરાશ અશ્ર્વિન બાબુભાઇ બારાઇ કરતા હોય અને તેઓ દુકાનનો કબજો ધરાવતા હોય અને તેઓએ આશરે 25 વર્ષથી ભાડું આપવાનું બંધ કરી દીધેલ ફરિયાદીને આ મિલ્કત તેઓને ભાડે આપવી ન હોય અને આરોપીએ બળજબરીથી દુકાન પોતાના કબજામાં રાખેલ હોય મતલબની ફરીયાદ ખંભાળીયા પો.સ્ટે.માં દાખલ થયેલ. આ કામે આરોપી દ્વારા જામખંભાળીયાની સ્પેશ્યલ તેમજ સેસન્સ અદાલતમાં તેમના સીનીયર વકીલ ચંદ્રમૌલી જોશી, મારફતે આગોતરા જામીન પર મુકત કરવા અરજી કરેલ. જે અરજી અન્વયે અદાલત રુબરુ તેમની રજુઆત તેમજ કાયદાન આધારો ઘ્યાને લઇ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech