દેશમાં શાંતિનો માહોલ સ્થપાઈ રહ્યો છે ત્યારે તેમાં કાંડી ચાંપવાના પ્રયાસો વધી રહ્યા છે. દેશવિરોધી તત્વોને શાંતિ ગમતી નથી. જૂનાગઢમાં નફરત ફેલાવતું ભાષણ આપવાના મામલે મુંબઈથી ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમાન અઝહરીને લાવતી વખતે પોલીસે હજારોના ટોળાનો સામનો કરવો પડ્યો અને લાઠીચાર્જ પછી માંડ તેમને જુનાગઢ લાવવા નીકળી શકાયું. ૩૧ જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મુફતી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું કહેવાય છે. આ ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોને આધારે જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરી હતી અને એફઆઈઆર નોંધી હતી. પોલીસે સલમાન અઝહરી સહિત કાર્યક્રમના આયોજકો એવા અન્ય બે લોકો સામે પણ એફઆઈઆર નોંધી છે અને તેમની પણ ધરપકડ કરી છે. મુફતી મુંબઈમાં હતો જ્યાંથી તેમની પોલીસે ધરપકડ કરી હતી. મુફતી સલમાન અઝહરીની ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમને તાત્કાલિક છોડી દેવાની માગ કરી રહ્યા હતા. પરિસ્થિતિને જોતા પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય. તેઓ કહે છે, દુનિયા આજે આપણને સંભળાવે છે કે તમે જો એટલા જ સાચા છો તો કેમ મરી રહ્યા છો. પેલેસ્ટાઈનમાં કેમ તમારા આટલાં બધાં મૃત્યુ થયાં? ઇરાક, યમન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશો અને મ્યાનમાર...દરેક જગ્યાએ કેમ તમે મરી રહ્યા છો? યુવાનો, તમે એ જુલમ કરનારાઓને જવાબ આપજો કે મુફતી આઝમે અમને શીખવ્યું છે... અમે રસુલુલ્લાહના સેવકો છીએ.
જે જન્મે છે તે મરવા માટે જ જન્મે છે. જીવવા માટે નથી આવતા. જો આપણને ક્યાંય મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નથી થતો. જો ઇસ્લામ ખતમ થવાનો હોત તો કરબલામાં જ થઈ જાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે... દરેક કરબલા પછી પણ જીવંત રહે છે. ના ધબરાઓ એ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. જો લોગ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મેદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ. ફિર શોર આયેગા. આજ ...... કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા. તેમના આ નિવેદનને કારણે વિવાદ થયો ગુજરાત પોલીસે મુફતી સલમાન અઝહરી અને બંને આયોજકો મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ હબીબ ઓડેદરા સામે ગુનો નોંધ્યો છે. એફઆઈઆર પ્રમાણે આયોજકોએ નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરીએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાનો આરોપ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર પ્રમાણે તેમણે આ કાર્યક્રમની મંજૂરી નશામુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવાના નામે લેવામાં આવી હતી. પણ તેનો ઉપયોગ કોમી ઉશ્કેરણી ફેલાવવા માટે થયો હતો. માટે લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech