NDAની બેઠકમાં એન્થુરિયમ છોડએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જાણો શેના પ્રતીક છે આ છોડ

  • June 08, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


7 જૂને યોજાયેલી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સભ્યોની બેઠક દરમિયાન ઘણી બાબતો સામે આવી હતી. જેમાં મોટા ભાગની બાબત રાજકીય હતી પણ આ વખતે સંસદના સેન્ટ્રલ હોલમાં સજાવેલા રંગબેરંગી છોડોએ અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્પીકરના પોડિયમની પાછળ દેખાતા ક્લસ્ટરવાળા છોડ હોય કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેતા પાછળ જોવા મળતા લાલ, સફેદ અને લીલા છોડની સજાવટ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.


સંસદમાં ખીલેલા ચળકતા અને હૃદયના આકારના પાંદડાવાળા છોડને એન્થુરિયમ અથવા લેસેલીફ તરીકે ઓળખવામાં આવે છે. તે પાંદડાની મધ્યમાં પીળો સ્પેડિક્સ ધરાવે છે, સ્પેડિક્સ સામાન્ય રીતે પાંદડાની મધ્યમાં મણકા જેવું હોય છે.


એન્થુરિયમ એક ઉષ્ણકટિબંધીય છોડ છે. જે તેના હૃદયના આકારની પાંખડીઓ અને ચમકદાર પાંદડા માટે જાણીતું છે. આ છોડ મોટાભાગે અમેરિકામાં જોવા મળે છે. આ છોડ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં તેમની વિશેષ રચના માટે પ્રિય છે. હકીકતમાં આ ફૂલ નથી પરંતુ તેઓ સામાન્ય રીતે વિશિષ્ટ ફૂલ તરીકે ઓળખાય છે.


એન્થુરિયમમાં સાચું ફૂલ સ્પેડિક્સ છે. જે છોડની વચ્ચે ઉગે  છે. તે સ્પાઇક જેવો દેખાય છે, તે પાંદડાના સ્પેથે એટલે કે એવો ભાગ જ્યાં પાંદડા વિકસે છે તેની સાથે જોડાયેલુ હોય છે. એન્થુરિયમ લાલ, ગુલાબી, સફેદ અને લીલા સહિતના વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે અને તે સામાન્ય રીતે ઇન્ડોર છોડ છે.


એન્થુરિયમ એ વિશ્વના સૌથી સુંદર દેખાતા વિદેશી ફૂલોમાંનું એક છે. જે આજકાલ ભેટ તરીકે આપવા માટે વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. એન્થુરિયમ એ એક ફૂલ છે જેનો ઉપયોગ મોટા ભાગે લગ્નની સજાવટ માટે થાય છે. તે લાલ, સફેદ અને ગુલાબી રંગોમાં જોવા મળે છે અને સામાન્ય રીતે આતિથ્ય અને ખુશીનું પ્રતીક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application