જામનગરની વધુ એક પરણીતાને સાસરિયાઓનો સીતમ

  • June 01, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ


જામનગરની એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ સીતમ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી જામનગર માવતરે રોકાવા આવ્યા પછી મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુરુદ્વારા મંગલબાગ શેરી નંબર -૨ માં રહેતી હેત્વીબેન પુનિતભાઈ પડિયા નામની ૨૪ વર્ષની પરણિત યુવતીએ પોતાને મારકૂટ કરી ત્રાસ ગુઝારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે રાજકોટમાં રહેતા પોતાના પતિ પૂનિતભાઈ હરેશભાઈ પડિયા, સાસુ હર્ષાબેન હરેશભાઈ પડિયા, સસરા હરેશભાઈ છગનભાઈ પડીયા અને નણંદ કિંજલબેન હરેશભાઈ પડિયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application