રાજકોટ શહેરમાં બચતકારોના લાખો–કરોડો રૂપિયા લઈને ઉંચાળા ભરી જવાનો શરાફી મંડળીઓનો સિલસિલો યથાવત જેવો છે. વધુ એક લમીનયના કો–ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી નામની શરાફી પેઢીએ બચત ઉપરાંત ગોલ્ડ સ્કીમ ફાઈનાન્સ સ્કીમ નામે અલગ અલગ સ્કીમો તથા પેટા પેઢીઓ ખોલીને રોકાણકારોના ૨,૯૦,૩૯,૦૦૦ રૂપિયાનું કૌભાંડ કર્યાનું અને આવા અન્ય રોકાણકારોનું પણ મુડી રોકાણનું ઉચાપત કર્યાના આરોપસર પિતા–પુત્ર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન આ આંકડો મોટો નીકળવાની સંભાવના દેખાઈ રહી છે.
કુવાડવા રોડ પરની વૃંદાવન સોસાયટી શેરી નં.૩માં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ લુણાગરીયા ઉ.વ.૪૫ નામના યુવાને ૧૫૦ ફત્પટ રીંગરોડ પર મોદી સ્કુલ સામે આવેલ અમી પાર્ક બ્લોક નં.એ–૫, લમીનયના મકાનમાં રહેતા પ્રવિણ મગનલાલ મગદાણી, પ્રવિણનો પુત્ર દર્શિત, પ્રવિણના ભાઈ ભાવિન અને રાકેશ કાંતીલાલ વાયા તેમજ તપાસમાં ખુલે તે શખસો સામે શરાફી પેઢીના તેમજ અલગ અલગ સ્કીમના નામે રોકાણ કરાવી ૨.૯૦ કરોડની ઉચાપત કર્યાનો આરોપ પોલીસ ફરિયાદમાં મુકયો છે.
ફરિયાદની વિગતો મુજબ ગુણવંતભાઈ તેમજ તેના પરિચીત અમીત જેસળીયાની ઓફીસે બેસવા જતા હતા ત્યાં ઓફીસે વકીલ પ્રવિણ મગદાણી પણ આવતો હતો. ૨૦૧૨ની સાલમાં પ્રવિણ મગદાણીએ પોતે શ્રીલમીનયના કો–ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી ચલાવે છે તેમાં ડેઈલી બચતમાં સારૂ વળતર મળશે. તમારે જોઈએ ત્યારે લોન મળશે તેવી વાત કરી હતી અને ત્યાર બાદ રૈયા રોડ પર નયુ એરા સ્કુલ પાસે સોજીત્રાનગરમાં આવેલી આ ક્રેડીટ સોસાયટી શરાફી મંડળીની ઓફીસે બોલાવ્યો હતો. જયાં હાજર મંડળીના ચેરમેન, ડીરેકટર પ્રવિણ મગદાણી અને ભાઈ મગદાણીએ સ્કીમ સમજાવી હતી અને ડેઈલી બચતમાં ૫૦૦ રૂપિયાનું ખાતુ ખોલાવી ૯.૯૦ લાખનું રોકાણ કયુ હતું.
બે વર્ષ બાદ ૨૦૧૪માં પ્રવિણે કહ્યું કે, તેનો પુત્ર ભાવિન રામા જવેલર્સ નામે ગોલ્ડ સ્કીમ ચાલુ કરી છે જેમાં સિલ્વર સ્ટોન જેમ્સ અને જવેલરીના ડાયરેકટર તરીકે ભાવિન, દર્શિત તેમજ રાકેશ કાંતીલાલ વાયા હતા. આ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવા માટે સોનુ ખરીદવું હોય તો હપ્તા ભરવાના હોય અને ૪૦ મહિના બાદ ડબલની સ્કીમ હતી. જે વાતોમાં આવી ગુણવંતે બે ગ્રામ સોનાની ૨૪ કેરેટની બચત સ્કીમમાં જોડાયો હતો. આવી જ રીતે અન્ય રોકાણકારો પણ આ ગોલ્ડ સ્કીમમાં જોડાયા હતા. જેમાં રોકાણકારોને ૪૦ મહિના બાદ કોઈ સોનુ મળ્યું ન હતું. મંડળીની ઓફીસ બદલાવીને રૈયારોડ પર ચંદન પાર્ક મેઈન રોડ શિવાલીંક–૮માં ફેરવી નાખી હતી. ત્યાં પ્રવિણે તા.૧૧૦૨૦૧૬ના રોજ દૈનિક બચત યોજનામાં નવું એકાઉન્ટ ચાલુ કરાવ્યું હતું.
થોડા વખત બાદ પ્રવિણે ફરી ગુણવંતને સમજાવી તેના પુત્ર દર્શિતે સાધુ વાસવાણી રોડ પર નક્ષત્ર–૮માં આશુતોષ ફાઈનાન્સ નામે પેઢી ચાલુ કરી છે. જેમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેવું જણાવ્યું હતું અને ગુણવંતે વાતમાં આવીને ૩૨ લાખનું રોકાણ કયુંર્ હતું. આ રોકાણની રીસીપ્ટ ૧૦–૧૫ દિવસમાં આપશે તેવો વાયદો કર્યેા હતો પરંતુ રીસીપ્ટ આપી ન હતી. એક વર્ષ બાદ ૨૦૧૭માં લમીનયના ક્રેડીટ સોસાયટી, આશુતોષ ફાઈનાન્સ અને રામા જવેલર્સની ઓફીસ બધં થઈ ગઈ હતી. મગલાણી બંધુ અને તેનો પુત્ર કારસ્તાન કરીને પોબારા ભણી ગયા હતા. તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. ગુણવતં સહિતના અન્યો પણ આ સ્કીમમાં ફસાયા હતા. સાત વર્ષ બાદ અંતે ચાર શખસો સામે ગુનો નોંધાયો છે
છેતરાયેલા રોકાણકારોના કોના કેટલા રૂપિયા ગયા?
મગલાણી બંધુ દ્રારા અલગ અલગ સ્કીમો હેઠળ કરેલા કારસ્તાનના આરોપમાં ફરિયાદી ગુણવતં ઉપરાંત ભોગ બનનાર અન્ય દિનેશ ભવાનભાઈ લોખીલના ૧૦ લાખ, પત્ની સ્વાતીબેનના ૪ લાખ, મીતુલ ધીરજલાલ સામાણીના ૧૨ લાખ, મીતુલના પિતા ધીરજલાલના ૨૩ લાખ, સંજય દેવરાજભાઈ શીશાંગીયાના ૪ લાખ, સુરેશ રામજીભાઈ રાંકજાના ૫.૨૦ લાખ, સીમાબેન અલ્કેશભાઈ મહેતાના ૬ લાખ, ધવલ વિનોદરાય વૈષ્ણવના ૬ લાખ, રોહીત હેમંતભાઈ ચંદ્રાલાના ૬.૪૦ લાખ, સૌથી મોટી રકમ પિયુષ ઘનશ્યામભાઈ રાયગુરૂના ૧.૩૧ કરોડ, આશુતોષ ફાઈનાન્સ તેમજ શરાફી મંડળી અને રામા જવેલર્સ સ્કીમમાં રોકાણ કરતા ડુબ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડેન્ગ્યુનો ડંખ ઘટયો: 35 કેસ નોંધાયા
December 04, 2024 01:15 PMઅમદાવાદ ખ્યાતિકાંડનો આરોપી ડો.સંજય પટોળિયાની ધરપકડ, રાજકોટ છૂપાયો હતો
December 04, 2024 01:11 PMજામનગરમાં વલ્લભકુળના આંગણે આજે શુભ વિવાહ યોજાશે
December 04, 2024 01:04 PMવિધુ વિનોદ ચોપરાની ધમાલ ફરી માણવા મળશે, ઝીરો સે રિસ્ટાર્ટ' નું ટ્રેલર રીલીઝ
December 04, 2024 12:31 PMઅજય દેવગનની ઉતાવળ: 'રેઇડ 2'ની રિલીઝ ડેટ બુક કરી લીધી
December 04, 2024 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech