અમદાવાદના ખ્યાતિકાંડથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. જેનો એક મહત્વનો આરોપી ડો.સંજય પટોળિયાને અમદવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ડો.સંજય પટોળિયા રાજકોટમાં છૂપાયો હતો. તેણે કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જે કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.
ડો.સંજય પટોળિયા પોલીસ સમક્ષ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે મોટા ગુનાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં પકડી પાડ્યા છે. જ્યારે ખ્યાતિકાંડના આરોપી ડો. સંજય પટોળિયા જે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર રાજકોટમાં છૂપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હોવાનો દાવો કરી રહી છે. ડો. સંજય પટોળિયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે. જેની સામે LOC નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી અને હવે આરોપી શહેરમાંથી જ ઝડપાયો છે. ડો. સંજય પટોળિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેથી અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
2005માં આરોપીએ રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરી હતી
ડો. સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું, જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે.
ખ્યાતિકાંડમાં જે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તે પૈકીનો ડો.સંજય પટોળિયાની અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં આવેલી હોસ્પિટલ સાથે પણ જોડાયેલો છે. આ ત્રણેય હોસ્પિટલનાં નામ અલગ અલગ છે. અમદાવાદમાં હાલ જે હોસ્પિટલ ચર્ચામાં છે એ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરનાર ડો. સંજય પટોળિયા છે, જે પહેલાં એશિયન બેરિયાટ્રિક નામે હતી. ડો. નરવાડિયા સહિતના બે ભાગીદાર તબીબો કોઈ કારણોસર પાર્ટનરશિપમાં છૂટા પડતાં આ હોસ્પિટલમાં કાર્તિક પટેલની એન્ટ્રી થઈ હતી અને તેનું નામ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. ડો. સંજય પટોળિયાની આ ઉપરાંત રાજકોટમાં જે હોસ્પિટલ છે એનું નામ ન્યૂ લાઈફ હોસ્પિટલ અને સુરતમાં આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે પણ તેઓ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
શું છે ખ્યાતિકાંડ?
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ સાત લોકોને દબોચી લીધા છે, જ્યારે બે હજી પણ ફરાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈઃ સલમાન ખાનના શૂટિંગ સ્થળે પહોંચ્યો શંકાસ્પદ વ્યક્તિ, લીધું બિશ્નોઈનું નામ
December 05, 2024 12:02 AMBZ પોન્ઝી સ્કીમ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
December 04, 2024 11:55 PMગુજરાતમાં 3 IASની બદલી, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા બન્યા
December 04, 2024 11:42 PMટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધશે કે નહીં? રેલ્વે મંત્રીએ સંસદમાં જણાવ્યો સરકારનો પ્લાન
December 04, 2024 05:50 PMગાઝીપુર બોર્ડર પર ટ્રાફિકજામ, ફસાયેલા લોકોએ કોંગ્રેસ નેતાઓને માર્યો માર
December 04, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech