જામનગરમાં વધુ એક પ્રોહી બુટલેગર પાસાના પાંજરે પુરાયો

  • September 01, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો

જામનગર પોલીસ દ્વારા પ્રોહી બુટલેગર અને અસામાજીક પ્રવૃતિઓ કરનારા સામે પાસાની દરખાસ્તો તૈયાર કરીને જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવી હતી જે અનુસંધાને તાજેતરમાં પાસા સબબ કાર્યવાહી કર્યા બાદ ગઇકાલે શહેરના વધુ એક પ્રોહી બુટલેગર સામે પાસાનું શસ્ત્ર ઉગામીને વડોદરા જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી બુટલેગર્સ તેમજ અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો પર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીને સુચના કરવામાં આવેલ જેથી પીએસઆઇ આર.કે. કરમટા તથા શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવાએ અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટે બીપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા રહે. અંધાશ્રમ ફાટક પાસે, આવાસ કોલોની બ્લોક નં. ૫૧, રુમ નં. ૫ જામનગરવાળાનું પાસા વોરન્ટ ઇસ્યુ કરતા વોરન્ટની બજણી કરી વડોદરા જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી.
આરોપી બિપીન ઉર્ફે લાકડી મુછડીયા સામે પ્રોહીબીશનના ૨૦ ગુના નોંધાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગર પોલીસ દ્વારા પાસાની દરખાસ્તો કરવામાં આવી હતી અને તાજેતરમાં પણ પાસા હેઠળ શખ્સોને ધકેલી દેવામાં આવ્યા હતા દરમ્યાન વધુ એક પ્રોહી બુટલેગર પાસાના પાંજરે પુરાતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application