બહરાઈચમાં વધુ એક માનવભક્ષી વરુ પકડાયો છે. માનવભક્ષી વરુ આજ સવારે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. વન વિભાગે વરુઓને પકડવા માટે અનેક જાળ બિછાવી હતી. આખરે આજ સવારે ચુરામણીના હરીબક્ષ ગામ પાસે માદા વરુ સીસૈયા વનવિભાગના પાંજરામાં કેદ થઈ હતી. તેની ધરપકડ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્યાર સુધીમાં બે માદા અને બે નર વરુ પકડાઈ ચૂક્યા છે.
ગત માર્ચ મહિનાથી હરડી પોલીસ સ્ટેશનની નજીકના ગામોમાં મક્કાપુરવા, ઔરાહી જાગીર, કોલેલા, નાથુવાપુર, બદરિયા, નકવા, નયાપુરવા સહિતના ગામોમાં વરુઓએ અનેક હુમલા કર્યા છે. આઠ નિર્દોષ લોકો સહિત દસ લોકોને પોતાનો શિકાર બનાવ્યા. જ્યારે 37થી વધુ લોકો ઘાયલ થયા છે. ચાર પાંજરા, આઠ થર્મોસેન્સર કેમેરા લગાવવામાં આવ્યા હતા. થર્મલ ડ્રોનથી મોનિટરિંગ શરૂ કર્યું હતું.
અત્યાર સુધીમાં પાંચ વરુ પકડાયા
તાજેતરમાં ચાર વરુ પકડાયા હતા જયારે અન્ય વરુઓ ત્યાંથી ભાગી ગયા હતા. વન વિભાગે તેને પકડવા માટે ફરી છટકું ગોઠવ્યું. આખરે ભારે જહેમત બાદ આજ સવારે માદા વરુ સીસૈયાને ચુરામણીના હરીબક્ષ ગામ પાસે વન વિભાગના પાંજરામાં કેદ કરવામાં આવી હતી. વનકર્મીઓ તેને રેન્જ ઓફિસ લઈ ગયા હતા. વરુ પકડાયા બાદ વનકર્મીઓ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિભાગીય વન અધિકારી અજીત પ્રતાપ સિંહનું કહેવું છે કે પાંચ વરુ પકડાયા છે. અન્ય વરુઓને પણ પકડવામાં આવશે.
વન વિભાગની 25 ટીમો કોમ્બિંગ કરી રહી છે. સુરક્ષા માટે 200 પોલીસ અને પીએસી જવાનો તૈનાત છે. પંચાયત અને વિકાસ વિભાગની 110 ટીમો રાત્રે આઠ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ચોકી કરે છે. મોનિટરિંગ માટે 11 જિલ્લા સ્તરીય નોડલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech