નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ નરેશભાઈ સુમનભાઈ હળપતિ નામના 30 વર્ષના માછીમાર યુવાનને ગઈકાલે શુક્રવારે મધદરિયે તુરજાદેવી નામની બોટમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ પ્રજ્ઞેશભાઈ ગોપાલભાઈ ટંડેલ (ઉ.વ. 42, રહે. મૂળ કૃષ્ણપુર) એ ઓખા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક રિક્ષામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે જી.જે. 10 ટી.ઝેડ. 2382 નંબરની એક રીક્ષામાંથી વિદેશી દારૂની 36 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 14,400 ની કિંમતના પરપ્રાંતિય શરાબ સાથે રૂ. એક લાખની કિંમતની રીક્ષા તેમજ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,19,400 ના મુદ્દામાલ સાથે જામનગર તાલુકાના સરમત ગામના કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. 20) અને નાઘેડી ગામના કિશન ભરતભાઈ મસુરા (ઉ.વ. 26) નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અરજણ એભા ભારવાડીયા નામના શખ્સનું નામ ખુલતા પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ભાણવડ નજીક રહેણાંક મકાનમાં ચોરી: ત્રણ શકમંદો સામે ગુનો
ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા નામના 32 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં ગઈકાલે શુક્રવારે સવારના સમયે બે પુરુષ તથા એક સ્ત્રી જેવા શકમંદ શખ્સોએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો. આ રહેણાંક મકાનના મુખ્ય રૂમનું તાળું તોડી, અને મકાનની અંદર રહેલા કબાટની તિજોરીમાંથી રૂપિયા 75 હજારની કિંમતના ત્રણ તોલા સોનાના દાગીના તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 76,000 ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ અંગે ભાણવડ પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મીઠાપુર નજીક શાળામાં હાથફેરો કરતા તસ્કરો: રૂ. 55,000 ની રોકડની ચોરી
ઓખા મંડળના મીઠાપુરથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલી શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. 19 જૂનથી તા. 20 જૂનને સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ ક્લાર્ક રૂમના દરવાજાનો નકુચો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો. અહીં લોખંડના કબાટમાં રાખવામાં આવેલ વિદ્યાર્થીઓની ફી ના રૂપિયા 55,000 ની રોકડ રકમ આ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે શાળાના કર્મચારી અશ્વિનભાઈ ભીમજીભાઈ કવા (ઉ.વ. 55, રહે. આરંભડા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech