આગામી દિવસોમાં રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળા માટે સટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ મેળવવાની અને ભરાયેલા ફોર્મ પરત સ્વીકારવાની મુદતમાં વધુ એક વખત બે દિવસનો વધારો કરવાની ફરજ કલેકટર તંત્રને પડી છે. વેપારીઓની માગણીને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું હોવાના દાવા કલેક્ટર તંત્ર કરે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અનેક કેટેગરીમાં પ્લોટ અને સટોલની સંખ્યા કરતા ઓછા અથવા તો લગભગ તેટલી જ સંખ્યામાં ફોર્મ આવ્યા હોવાથી હરાજી અને ડ્રો સિસ્ટમથી પ્લોટ અને સ્ટોલની ફાળવણી કેમ કરવી તે મોટી સમસ્યા તંત્રને છે. આ સમસ્યા માંથી બહાર નીકળવા મુદતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
લોકોની સુરક્ષા અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે આ વખતે મેળામાં કલેક્ટર તંત્ર દ્વારા જુદા જુદા 44 નિયમો બનાવવામાં આવ્યા છે અને આ તમામ નિયમો અમને મંજૂર છે તેવું સોગંદનામુ વેપારીઓએ રજુ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, ફોર્મ લઈ જનાર વેપારીઓમાંથી અનેક વેપારીઓ આવું સોગંદનામુ સમયસર રજૂ કરી શક્યા નથી અને તેમણે મુદત વધારા માટે માંગણી કરી હોવાથી તારીખ 30 ના સાંજે 6:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનું નક્કી કરાયું હોવાનું તંત્ર જણાવે છે. લોકમેળામાં અત્યાર સુધીમાં 455 ફોર્મ નો ઉપાડ થયો છે અને શુક્રવાર સાંજ સુધીમાં 315 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. બીજી બાજુ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂરી થયા પછી તારીખ 4 ઓગસ્ટ આસપાસ હરાજી અને ડ્રો કરવાની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech