WTC ફાઇનલમાં બીજો દિવસ પણ ઓસ્ટ્રેલિયાના નામે, ભારતની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ

  • June 08, 2023 10:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં બીજા દિવસની રમત (8 જૂન) પૂરી થઈ ગઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહેલી આ ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને છે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 469 રન બનાવ્યા છે. જ્યારે ભારતીય ટીમે પ્રથમ દાવમાં રમતના અંત સુધી 5 વિકેટે 151 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 318 રનથી આગળ છે. ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણે (29) અને કેએસ ભરત (5) અણનમ છે.


બીજા દિવસે સ્ટીવ સ્મિથે કરી શાનદાર બેટિંગ
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. રમતના બીજા દિવસે સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરતા પોતાની સદી પૂરી કરી હતી. સ્મિથની ટેસ્ટ કારકિર્દીની આ 31મી સદી હતી. સ્મિથ 121 અને ટ્રેવિસ હેડ 163 રને આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.


બીજા દિવસની રમત પૂર્ણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં બીજા દિવસની (8 જૂન)ની રમત પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં રમતના અંત સુધી 5 વિકેટે 151 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 318 રનથી આગળ છે. ટીમ ઈન્ડિયા તરફથી અજિંક્ય રહાણે (29) અને કેએસ ભરત (5) અણનમ છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application