અન્ય કારખાનેદાર અને ત્રાહિત પેઢીના જીએસટી નંબરના આધારે ૨૦ લાખનો બ્રાસ સ્ક્રેપ ખરીદ કરી નાણાં ચૂકવવામાં હાથ ખંખેર્યા: ચીટર શખ્સ દ્વારા પણ કારખાનેદાર સામે પોતાને મોબાઈલ ફોનમાં 'ઘર સે ઉઠવા લુંગા' જેવી ધમકી આપ્યાની વળતી ફરિયાદ
જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસ નો ભંગાર ખરીદવાના બહાને છેતરપિંડી કરવા અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, ત્યારબાદ તેની સામે વધુ લ રૂપિયા ૨૦ લાખના ચીટીંગ નો ગુનો નોંધાયો છે. જ્યારે પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં 'તુજે ઘરશે ઉઠવા લુંગા' તેવી ધમકી આપ્યાની ચીટર શખ્સ દ્વારા વળતી ફરિયાદ પણ નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સાગર કાળુભાઈ નંદાણીયા કે જેની સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બ્રાસપાર્ટ ના એક વેપારીએ શ્રી ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા તેર લાખના ચિટિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
પોતાને કારખાનેદાર તરીકેની ઓળખ આપી બ્રાસનો ભંગાર ખરીદ કરી પૈસા ચૂકવવામાં હાથ ઊચા કરી લીધા હતા. જે અંગે ગુનો દાખલ થયા બાદ તેની સામે વધુ એક કારખાનેદાર સામે આવ્યા છે.
હાલ જામનગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પુણે ના વતની ખુશાલસિંહ રઘુજી રાજપુત કે જેઓ પોતે ઉદ્યોગ નગર વિસ્તારમાં વ્યવસાય કરે છે, જેની પાસેથી સાગર કાળુભાઈ નંદાણીયાએ મનીષ જૈન નામના અન્ય વેપારી નો ખોટું નામ ધારણ કરીને તેમજ મોદી મેટલ નામની અન્ય પેઢીના જીએસટી નંબર રજૂ કરીને ૨૦,૭૬,૫૫૮ નો બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો, અને તેની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં આખરે તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપરોક્ત ગુના માં તપાસ ચલાવી રહેલા સાગર નંદાણીયા કે જેને અગાઉ ના કેસમાં જેલ હવાલે થયા બાદ જામીન મળતાની સાથેજ અન્ય ફરિયાદમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને રિમાન્ડ પર લેવા માટે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર ખુશાલ સિંહ રાજપુતે મોબાઈલ ફોનમાં ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. પોતાની પાસેથી પૈસા કઢાવવા માટે મોબાઈલ ફોનમાં તો 'તુજે ઘર સે ઉઠવા લુંગા' તેવી ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસમા મથકમાં સાગર નંદાણીયાની ફરિયાદના આધારે કારખાને ખુશાલ સિંહ રાજપુત સામે વળતી ફરિયાદ નોંધવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેગની નિમણૂકની પ્રક્રિયા પર સવાલ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ
March 18, 2025 10:28 AMદેશમાં ટૂંક સમયમાં પાટા પર સરકશે હાઇડ્રોજન ટ્રેન
March 18, 2025 10:24 AMગ્રાહકોની ફરિયાદોના ઉકેલને પ્રાયોરીટી આપો: આરબીઆઈ ગવર્નરની બેંક અધિકારીઓને સલાહ
March 18, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech